જામ્યુકોએ અત્યાર સુધીમાં 25.66 લાખનો દંડ વસુલ્યો

  • June 28, 2021 11:19 AM 

કોર્પોરેશનની ટીમે 7175 લોકો સામે કરી કાર્યવાહી: અત્યાર સુધીમાં 120 દુકાનો સીલ કરાઇ: શનિવારે વધુ ા. 10800ની રકમ વસુલાઇ

જામનગર મહાપાલીકા દ્વારા માસ્ક ન પહેરનારાઓ અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારાઓ સામે કડક કાર્યવાહી હજુ પણ ચાલુ રાખવામાં આવી છે, અત્યાર સુધીમાં ા. 25.66.510 નો દંડ વસુલવામાં આવ્યો છે, શનિવારે વધુ  ા. 10800નો  દંડ વસુલવામાં આવ્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનારા 921 લોકો પાસેથી ા. 940500, જયારે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા 6254 લોકો પાસેથી ા. 1626010 ની રકમ દંડ પે વસુલ કરવામાં આવી છે, 120 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જયારે 253 દુકાનોના માલીકો સામે કાર્યવાહી કરીને દુકાનો બંધ કરાવાઇ હતી. શનિવારે માસ્ક ન પહેરનારા 6 લોકો પાસેથી 6 હજાર, સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા 20 લોકો પાસેથી ા. 4800 થઇ કુલ ા. 10800નો દંડ વસુલવામાં આવ્યો છે.

જામનગર મહાપાલીકાને કોરોનાકાળ ફળ્યો છે, 25 લાખથી વધુ રકમનો દંડ વસુલવામાં આવ્યો છે, એટલુ જ નહીં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા અને માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS