આજે જમ્મુ–કાશ્મીરની ચૂંટણી તારીખોની જાહેરાત

  • August 16, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ચૂંટણી પચં આજે બપોરે ૩ વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ–કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. જમ્મુ–કાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ–કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.
હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા સીટો છે. હાલ ત્રણ બેઠકો ખાલી છે. ભાજપના ૪૧ ધારાસભ્યો છે. કોંગ્રેસના ૨૯ ધારાસભ્યો છે, જેજેપી પાસે ૧૦ અને આઈએનએલડી અને એચએલપી પાસે એક–એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્યો છે.
૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાયનો દરો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્રારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાયનો દરો પુન:સ્થાપિત થશે.
ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ–કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અતં સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે. સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ–કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે ૨૦૨૨ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને ૯૦ થઈ ગઈ છે.
આ રીતે જમ્મુની ૪૩ અને કાશ્મીરની ૪૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ૨૦૧૪ માં, લદ્દાખની ૬ બેઠકો સિવાય જમ્મુની ૩૭ બેઠકો અને કાશ્મીર ખીણની ૪૬ બેઠકો સહિત ૮૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application