J-K: ગુલમર્ગ આતંકવાદી હુમલામાં 2 જવાન શહીદ, કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ

  • October 24, 2024 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ પાસે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.


જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ પાસે સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. જેમાં બે જવાન શહીદ થયા હતા. બે પોર્ટર (કુલી)એ પણ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય ત્રણ અન્ય ઘાયલ થયા છે. ગુલમર્ગના નાગીન વિસ્તારમાં 18 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાનું વાહન બોટપાથરીથી આવી રહ્યું હતું, જે નિયંત્રણ રેખા (એલઓસી)થી 5 કિમી દૂર છે, ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.


વિગતવાર વાત કરીએ તો આતંકીઓએ સેનાના વાહન પર ઓચિંતો હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં કાશ્મીરમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો છે. 


ગાંદરબલમાં થયો આતંકી હુમલો

છેલ્લા એક અઠવાડિયામાં કાશ્મીરમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો છે. આ પહેલા રવિવારે ગાંદરબલ જિલ્લામાં એક બાંધકામ સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં છ બિન-સ્થાનિક મજૂરો અને એક સ્થાનિક ડૉક્ટરના મોત થયા હતા. 18 ઓક્ટોબરના રોજ શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી.


અગાઉ સોનમર્ગમાં થયો હતો આતંકી હુમલો

આ પહેલા જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં 20મી ઓક્ટોબરે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકો હતા. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા. તેમને આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.


બારામુલામાં સેના-આતંકીઓ વચ્ચે થઈ હતી અથડામણ

આ પહેલા ત્રણ ઓક્ટોબરના રોજ બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઘરમાં છૂપાયેલા ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાની 52મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-2ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application