જામજોધપુર નગરપાલીકાને વધારાનું એક એમએલડી પીવાના પાણીનો જથ્થો મળ્યો

  • May 09, 2025 11:13 AM 


જામનગર સંસદીય મત વિસ્તાર જામજોધપુર નગરપાલીકાના હોદેદારો દ્વારા સાંસદ પૂનમબેન માડમને હાલ ઉનાળાની સિઝનમાં જામજોધપુર નગરપાલીકાને મળતું પીવાના પાણી અને સ્થાનિક સ્ત્રોતમાંથી મળતો પાણીનો જથ્થો અપૂરતો હોય જેથી હાલ નર્મદાનું પાણી બે એમએલડી મળે છે તેમાં એક એમએલડી પાણીમાં વધારો કરાવી આપવા રજૂઆત કરાઇ હતી, આ રજૂઆત અંગે સાંસદ પૂનમબેન માડમે અધિકારીઓ સાથે પરામર્શ કરી નગરપાલીકાની માંગણી વ્યાજબી જણાતા તાત્કાલીક ધોરણે જામજોધપુર નગરપાલીકાને નર્મદાના મળતા પાણીમાં એક એમએલડી વધારાનો જથ્થો આપવા સુચના આપતા સંબંધીત અધિકારીઓ દ્વારા એક એમએલડી પાણીનો જથ્થો મંજુર કરી આપેલ છે.
 

પ્રજાની જરૂરીયાતને સાંસદે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી સુચના આપતા જામજોધપુરને પીવાના પાણીમાં જથ્થામાં વધારો થતાં સકારાત્મક અભિગમ બદલ જામજોધપુર નગરપાલીકાના સતાધીશોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application