પરંતુ હજુ કારોબારી સમિતીની રચના ન થઈ શકી
જામનગર તા ૨૬, જામ જોધપુર ભાજપ ની નવ નિયુક્ત નગરપાલિકા નું જનરલ બોર્ડ ગઈકાલે પ્રથમ વખત મળ્યું હતું, જેમાં બજેટ મંજુર કરવામાં આવ્યું છે, પરંતુ ભાજપ માં જુથવાદને કારણે લોચે પડેલી કારોબારી સમિતી અને દંડક ની વરણી નો મુદો આ જનરલ બોર્ડ માં લેવામાં આવેલો ન હતો.
તાજેતરમાં યોજાયેલી ચુંટણી માં જામજોધપુર નગર પાલિકામાં ૨૮ બેઠક માંથી ૨૭ બેઠક ભાજપે સ્પષ્ટ બહુમતીથી મેળવી લીધી હોવા છતા જુથવાદ ના ડાકલા વચ્ચે કારોબારી સમિતીના ચેરમન અને દંડક ની વરણી હજુ સુધી થઈ ન શકતા પક્ષની આબરૂ ના ધજાગરા થઇ રહ્યા છે.
આ વખતે જનરલ બોર્ડ માં નગર પાલિકા ના પ્રમુખ તરીકે મહિલા હોય, તે અને તમામ ચુંટાયેલા મહિલા સભ્ય જ બોર્ડ માં હાજર રહયા હતા. જયારે ભુતકાળ માં દરેક મહિલા પ્રમુખ ના પતિઓએ જ નગર પાલિકા નું શાસન ચલાવેલું હતું, તે પણ સુચક બાબત છે.
જયારે નગર પાલિકા ના મહિલા પ્રમુખે તેમજ ચુંટાયેલ મહિલા સદસ્યો એ જ હાજર રહેવું, જનરલ બોર્ડ માં એ નિયમ ની અમલવારી ક્યા સુધી, કે સામસામા જુથને વિકાસ ના ટેન્ડેરો કોન્ટ્રાક્ટ ના કામોમાં ઇલુ ઇલુ થઈ જાય. ત્યાં સુધીજ અમલ વાળી રહેશે કે કેમ? તે રાજકીય ચર્ચાનો વિષય છે.
હાલ ચુંટાયેલ મહિલા સદસ્યો ના પતિ દેવો નગર પાલિકા એ શું આંટા મારતા હતા, કર્મચારીઓને કામેની સુચના પણ ચુંટાયેલ મહિલાં સદસ્યોએ જ આપવાની હોય છે. ત્યારે નાહક ના મહિલા પ્રમુખ તેમજ મહિલા સદસ્યો ના પતિ નગર પાલિકા એ પડ્યા રહે, અને નિયમ વિરૂદ્ધ પતિદેવો કામોની સુચના તંત્રને આપે તે પણ ચલાવી લેવુ જોઈએ નહી.
ચુંટાયેલાં સદસ્યોજ તંત્ર ને કામો ની સુચના આપે અને બીન જરૂરી પતિદેવો નગર પાલિકામાં આંટા ન મારે, તેની અમલવારી ચીફ ઓફિસર કરાવશે કે કેમ, અન્યથા જાગૃત લોકો દ્વારા પતિ દેવોના ફોટા અને વીડીયા વાયરલ થશે તેવું ચર્ચાઈ રહયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMત્રાપજ નજીક બાઈક કાર વચ્ચે અકસ્માત :૧નું ઘટના સ્થળે મોત
March 31, 2025 03:18 PMશહેરના કાઠિયાવાડી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી
March 31, 2025 03:16 PMનવીનીકરણ પામેલ મહિલા કોલેજ બગીચાના બ્લોક લોકોને પહોંચાડે છે ઇજા
March 31, 2025 03:15 PMશહેર ભાજપ દ્વારા યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે સંગઠનની બેઠક
March 31, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech