જામરાવલ નગરપાલિકાનું રજૂ કરાયું પુરાંતલક્ષી બજેટ

  • April 05, 2021 08:21 PM 

જામરાવલ નગરપાલિકાનું વર્ષ 2021-22 નું પુરાંતલક્ષી બજેટ નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને રજુ કરવામાં આવ્યું હતું. કુલ રુ. 122620900 ની આવક સામે રુ. 8386900 ની જાવક સાથે અંદાજીત રુ. 38751900 નું પુરાંતલક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું.

જામરાવલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકાના હસ્તકના નગરજનો પર કોઈ નવા કરવેરા વિનાનું અને નવા આયોજનબદ્ધ વાળું બજેટ રજુ કરાયું હતું.
રાવલનગર પાલિકામાં નવી પાર્ટી વીપીપી એ સતા પર હોઈ પ્રથમ વખત નવી ટીમે ઉત્સાહ પૂર્વક પ્રજાના હિતોને ધ્યાને લઇ કોઈ પણ પ્રજા પર વધારાનો બોજ નાખ્યા વિના બજેટ રજૂ કરાયું હતું.

વીપીપીની ટીમે રાવલ નગર પાલિકામાં પ્રજા લક્ષી કામો માટે અત્યારથી કામે લાગી ગઈ છે પ્રથમ વખત નવી ટીમે બજેટ રજૂ કર્યું હતું લોકોની સમસ્યાઓ માટે નવી બોડીએ અત્યારથી તમામ વિસ્તારમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્લાનિંગ ઘડવાનું શરુ કરી દીધું છે, રાવલ નગરપાલિકાના બજેટને નવા વરાયેલ શિક્ષિત પ્રમુખ ડો.મનોજ જાદવે રજૂ કર્યું હતું જેમાં કુલ રુ. 122620900ની આવક સામે રુ. 8386900ની જાવક સાથે અંદાજીત રુ. 38751900 નું પુરાંતલક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS