જામનગરમાં પ.પૂ. જૈન મુની વૃજસેનવિજયજી મ.સા. કાળધર્મ પામ્યા

  • July 06, 2021 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાજ સાહેબની પાલખી યાત્રા આજે સાંજે 4 વાગ્યે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતેથી નીકળશે

જૈન સમાજના પ.પૂ. વંદનીય વૃજસેનવિજયજી મહારાજ સાહેબ છેલ્લા ચાર દિવસથી નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ગઇકાલે હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ ઓશવાળ કોલોની સ્થીત જૈન ઉપાશ્રય ખાતે લાવવામાં આવ્યા હતા, જયાં શ્રાવકો દ્વારા નવકાર મંત્રના જાપ ચાલુ કરવામાં આવ્યા હતા અને મોડી રાત્રે તેઓ કાળધર્મ પામ્યા હતા.

જૈન સમાજના પ.પૂ. વૃજસેનજી વિજયજી મહારાજ ગઇકાલે મોડી રાત્રે ઓશવાળ કોલોની સ્થીત જૈન ઉપાશ્રય ખાતે કાળધર્મ પામતા બહોળી સંખ્યામાં જૈન તથા જૈનેતર ઉપસ્થીત રહયા હતા, સદગતની પાલખી યાત્રા આજે સાંજે 4 વાગ્યે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતેથી નીકળશે, વિદ્વાન એવા પૂ. વૃજસેન વિજયજી મ.સા.ની વિદાયથી જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, ગઇકાલે રાત્રીથી તેમના દિવ્ય દર્શન માટે હજારો લોકો ઉમટયા હતા અને નવકાર મંત્રનું શ્રવણ કરીને શ્રાવકોએ ધન્યતા અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)