જાહ્નવી કપૂરે બેકલેસ ટોપમાં ચાહકોને કર્યા દિવાના, જુઓ ફોટો

  • February 26, 2021 03:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની ખાસ સ્ટાઇલ માટે જાણીતી છે. અભિનેત્રીની ફિલ્મ રૂહી ટૂંક સમયમાં જ પડદા પર રિલીઝ થવાની છે. ત્યારે અભિનેત્રીએ ખાસ રીતે ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે. આ દરમિયાન અભિનેત્રીના કેટલાક ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

જાહ્નવી તેની ફિલ્મ રૂહીના પ્રમોશનમાં ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. જાહ્નવી અહીં બેકલેસ ટોપમાં જોવા મળી હતી. જે ફોટો સામે આવ્યા છે તેમાં જાહ્નવીએ ગ્રે અને પિંક કલરનું કોમ્બિનેશન પહેર્યું હતું,

તેના સ્ટાઇલ લુકની સાથે તેણે આકર્ષક હેર પોની ટેઇલ સ્ટાઇલ અપનાવી. અભિનેત્રીના બેલલેસ ટોપે બધાને આકર્ષ્યા છે.

આ હોરર કોમેડીમાં જાહ્નવી રૂહી અને અફઝા બે જુદા જુદા પાત્રોમાં જોવા મળશે. ચાહકો અભિનેત્રીની આ ખાસ ફિલ્મ માટે ખૂબ ઉત્સુક છે.

જાહ્નવી કપૂર, રાજકુમાર રાવ અને વરૂણ શર્માની આ હોરર કોમેડી ફિલ્મ રૂહી 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સિનેમા હોલમાં રિલીઝ થઈ રહી છે. આ પ્રમોશનમાં જાહ્નવીના સહ-અભિનેતા વરુણ શર્મા પણ તેમની સાથે હતા
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS