જાહ્નવી કપૂરે રામદાસનો કરાવ્યો પરિચય ચાહકોને યાદ આવી શ્રીદેવી, ક્લિક કરીને વાંચો કોણ છે રામદાસ

  • March 03, 2021 01:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહ્નવી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી તેની આગામી ફિલ્મ રૂહીને લઈને ચર્ચામાં છે. તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ચાહકો જાહ્નવી કપૂરને તેની આગામી ફિલ્મ વિશે સવાલો પૂછે છે. તે તાજેતરમાં પંજાબમાં 'ગુડ લક જેરી'ના શૂટિંગમાં પણ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન જાહ્નવી કપૂરના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. આમાં તે માતા શ્રીદેવીની જેમ બ્લેક ચાંદલો લગાવેલી જોવા મળી રહી છે. જાહ્નવી કપૂરને જોઇને ચાહકો શ્રીદેવીને યાદ કરી રહ્યા છે. 
 

જાહ્નવી કપૂરે તેના કો-સ્ટાર શ્રી રામદાસ સાથે કેટલાક ફોટો શેર કર્યા છે. તે હકીકતમાં એક પપ્પી છે, જેની સાથે જાહ્નવી રમતી જોવા મળી રહી છે. શ્રીદેવીની ફિલ્મ 'સદમાં'થી ચાહકોને તેમના ઓનસ્ક્રીન ડોગ હરિપ્રસાદની યાદ આવે છે. આ ફોટા 'ગુડ લક જેરી'ના છે. જાહ્નવીએ તેને હાથમાં લીધો છે. તેને પોતાની નજીક લઈને, તે પપ્પીને પ્રેમ કરે છે અને દુનિયાને ખી રહી છે મળો રામદાસને. 

જાહ્નવી કપૂરની ફિલ્મ રૂહી 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. તેમાં તે ચુડેલના અવતારમાં જોવા મળશે. તેમાં વરુણ શર્મા અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત જાહ્નવી કપૂર કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'દોસ્તાના 2' માં જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS