ભીડુ’ કહેનારા લોકોથી પરેશાન છે અભિનેતા
જેકી શ્રોફે નામ, અવાજ, ફોટો અને ઓળખ સંબંધિત ચીજોનો સંમતિ વગર ઉપયોગ કરવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અભિનેતાએ મંજુરી વગર તેની સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.બોલિવુડ અભિનેતા જેકી શ્રોફ પોતાની પર્સનાલિર્ટી અને પબ્લિસિટી રાઈટ્સના હકને સુરક્ષિત રાખવા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અનેક સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, અનેક સંસ્થાઓએ જેકી શ્રોફ પાસેથી પરવાનગી લીધા વગર તેના અવાજ અને શબ્દ ભિડ્ડુનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. જેકી શ્રોફે અરજીમાં માંગ કરી કે, તેની મરજી વગર તેની સાથે જોડાયેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવવામાં આવે.
જસ્ટિસ સંજીવ નરુલાએ જેકી શ્રોફની અરજી પર મંગળવારના રોજ સુનવણી કરી અન બચાવ પક્ષને સમન જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે,વચગાળાનો આદેશ આપવાના મામલે આજે એટલે કે 15મી મેના રોજ સુનાવણી થશે.અરજીમાં, સંસ્થાઓ સિવાય, જેકીએ સોશિયલ મીડિયા ચેનલો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સ અને જીઆઈએફ બનાવવાના પ્લેટફોર્મ પર તેના નામ, ફોટો અને તેની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેકી શ્રોફ, જેકી જગ્ગુ દાદા અને ભિડ્ડુ શબ્દનો પરવાનગી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા માંગે છે.ભિડ્ડુ મરાઠીનો શબ્દ છે અને તેનો અર્થ દોસ્ત કે પછી પાર્ટનર થાય છે.દાવો કરે છે કે તેની સાથે સંબંધિત દરેક વસ્તુનો ઉપયોગ તેની સંમતિ વિના કરવામાં આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech