જામ્યુકોની સ્ટે.કમિટીએ રુા. ૧ર૦.૯ર કરોડના વિકાસના કાર્યો કર્યા મંજુર

  • February 29, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનલનગર પ્રાથમિક શાળાને રુા. ૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનાવાશે સ્માર્ટ સ્કૂલ તથા લાખોટા તળાવમાં આવેલ હોલ નં. ૧ તથા ર ને મલ્ટી એકટીવીટી તથા ફર્નિચર રોડ સાથે ડેવલપ કરવા ખર્ચ રુા. ર.ર૮ કરોડ, એમ્યુઝમેન્ટ પાર્ક હોલ નં. ર તથા ૩ ખાતે યોગા અને ઝુમ્બા સ્ટુડીયો ડીઝાઇન ડેવલપમેન્ટ કરવાના રુા. ૧.પ૧ કરોડ

જામ્યુકોની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રુા. ૧ર૦.૯ર કરોડના વિકાસકાર્યોને મંજુર કરવામાં આવ્યા હતા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરાના અઘ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
જામ્યુકોની સ્થાયી સમિતિ દ્વારા કુલ ૧ર૦.૯ર કરોડના વિકાસના કાર્યોને બહાલી આપવામાં આવી છે, જેમાં સીવીલ રોડ ઝોનના વિસ્તારોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં સીસી રોડ તથા પેવર બ્લોકના કામોમાં વોર્ડ નં. ૪, પ, ૭, ૧૦, ૧૧, ૧ર, ૧૩, ૧૪ માં રુા. ર૦૦ લાખ લેખે કુલ ૧૬૦૦ લાખના કામો મંજુર કરવામાં આવે છે.
અન્ય કામોમાં દ્રષ્ટિપાત કરીએ તો વોર્ડ નં. ૧૬ જડેશ્ર્વર ચોકડીથી મયુર ગ્રીન્સ સીસી રોડ બનાવવા રુા. ૬૦.પ૭ લાખ, વોર્ડ નં. ૧પ, દિ.પ્લોટ ૪૯ રામનગર કોર્નરથી મેઇન રોડ સુધી સીસી રોડ બનાવવા રુા. પ૩ લાખ, વોર્ડ નં. ૧પ, આશીર્વાદ એવન્યુ સોસાયટીથી આર્મી કેમ્પસની દિવાલ સુધી સીસી રોડ બનાવવા ૪૩.૩૮ લાખ, વોર્ડ નં. ૫, મયુર ટાઉનશીપથી શાલીગ્રામ હોસ્પિટલ સુધી સીસી રોડ બનાવવા ૩ર.૩૯ લાખ, જામનગર સમાણા રોડ પર નાઘુના ગામ ખાતે કોમ્યુનીટી હોલ બનાવવા રુા. ૧૩.રપ લાખ, વોર્ડ નં. ર તથા ૪ પાઇપ ગટરના કામ માટે રુા. ૯-૯ લાખના કામો મંજુર કરવામાં આવ્યા હતા.
જ્યારે વોર્ડ નં. ૧ થી પ માં ભૂગર્ભ ગટર, નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ રુા. ૮૭.૩૩ લાખ, વોર્ડ નં. ૬, ૭, ૮, ભૂગર્ભ ગટર મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રુા. પપ.પ૩ લાખ, વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧ર આ ચારેય વોર્ડના ભૂગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રુા. ૬૦.૯૦ લાખ, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧પ, ૧૬ માં ભૂગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રુા. ૭૩.૬૧ લાખ, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧પ, ૧૬ માં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવીર લાઇન વિગેરે સફાઇ કરવાના કામ રુા. ર૭.પ૪ લાખ મંજુર કરાયા છે.
ઉપરાંત વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧ર ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવીર લાઇન વિગેરે સફાઇ કરવાના કામ રુા. ર૮.૬૭ લાખ, વોર્ડ નં. પ, ૬, ૭, ૮ માં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવીર લાઇન વિગેરે સફાઇ કરવાના કામ રુા. ર૬.૦૪, વોર્ડ નં. ૧, ર, ૩, ૪ માં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવીર લાઇન વિગેરે સફાઇ કરવાના કામ રુા.ર૭.૭૭ લાખના કામો મંજુર કરાયા છે.
સ્ટે. કમિટીમાં અમૃત-૨.૦ યોજનાની ગ્રાન્ટ હેઠળ ૩૦ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સાથે બનાવવાનું તેમજ સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ, પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સના રુા. ૬૭.ર૭ કરોડ, વોર્ડ નં. ૧૧ માં ભૂર્ગભ ગટર, પાઇપ ગટર, ગાઉસ કનેકશનના કામ અંગે ખર્ચ રુા. ૪.૧૦ કરોડ, હાપા માર્કેટ યાર્ડ પાસે આસફાટ રોડ બનાવવાનો રુા. ૧.૩પ કરોડ, વોર્ડ નં. ૧પ, ૧૬, લાલપુર રોડ પર સીવીક સેન્ટર બનાવવાનો રુા. ર.પ૩ કરોડ, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાર્ટર બનાવવાના રુા. ૬.૯૮ કરોડ મંજુર કરાયા છે.
જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા અને સોનલનગર પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવાના રુા. ૪.૪૧ કરોડ, લાખોટા તળાવમાં આવેલ હોલ નં. ૧ તથા ર ને મલ્ટી એકટીવીટી તથા ફર્નિચર રોડ સાથે ડેવલપ કરવા ખર્ચ રુા. ર.ર૮ કરોડ, એમ્યુઝમેન્ટ પાર્ક હોલ નં. ર તથા ૩ ખાતે યોગા અને ઝુમ્બા સ્ટુડીયો ડીઝાઇન ડેવલપમેન્ટ કરવાના રુા. ૧.પ૧ કરોડ, જામ્યુકો હસ્તક હયાત આંગણવાડીની થીમ બેઇઝ સ્માર્ટ અને જોયફૂલ આંગણવાડીને અપગ્રેડ કરવાના કામ રુા. ૩ કરોડના કામોને બહાલી અપાઇ હતી.
અન્ય કામોમાં સેવા સદનની જુદી જુદી શાખાઓ માટે કચેરી, ફર્નિચર ખરીદી અંગે વર્ષ ર૦ર૪-૨૫ નું વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ ખર્ચ રુા. ૧૦ લાખ, જામ્યુકોની જુદી જુદી શાખા માટે કોમ્પ્યુટર, સ્ટેશનરી તથા ક્ધઝુમેબલ આઇટમ ખરીદી અંગે વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટર ખર્ચ રુા. ર૦ લાખ, લાઇટ શાખા મેઇટેનનન્સ વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ રુા. રપ લાખ, ગાર્ડન શાખાના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગ્રાર્ડ ખરીદ કરવા તેમજ વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ રુા. ૧૦ લાખ, જામ્યુકો સેવા સદનની જુદી જુદી શાખાઓ માટે ઝેરોક્ષ કામ કરવા વાર્ષિક કોન્ટ્રાક્ટ રુા. ૭ લાખ, વોટર વર્કસ શાખા તથા આરોગ્ય શાખા માટે બ્લીચીંગ પાઉડર અને જંતુનાશક દવા ખરીદ કરવા અંગે રુા. ર૦ લાખ, કોમ્પ્યુટર હાર્ડવેર વાર્ષિક મેઇટેનનન્સ માટે રુા. ૧પ.૧૦ લાખ મંજુર કરાયા છે.
ઉપરાંત કોમ્પ્યુટર શાખાના વાર્ષિક મેઇટેનનન્સ કોન્ટ્રાક્ટર ફોર નેટવર્ક, સર્વર, રાઉટરના ખર્ચ અંગે રુા. ૩૭.૪૩ લાખ, કોમ્પ્યુટર શાખાના વાર્ષિક મેઇટેનનન્સ કોન્ટ્રાક્ટર ફોર સીસી ટીવી ૮.૭શ્ર લાખ, ઓપરેશન મેઇટેનનન્સ એન્ડ એન્હેસમેન્ટ સપોર્ટ ઓફ ઇ ગર્વનર્સ સોલ્યુશન ફ્રોમ ર૦ર૧-૨૨ ટુ ર૦રપ-૨૬ ના કામ ખર્ચ રુા. ર૯ લાખ, સ્ટ્રીટલાઇટ મેઇટેનનન્સ કામગીરી રુા. ૪૧.૩૦ લાખ, લાઇટ શાખા હસ્તક જુદી જુદી જગ્યાએ ટેમ્પેરરી ડેકોરેશન અને આનુસંગીક વ્યવસ્થા વાર્ષિક કોન્ટ્રાક્ટર રુા. ૧૧.૮૦ લાખ, લીકવીડ, કલોરીંગ, ટર્નર ખરીદી વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટર રુા. ૮.૦૮ લાખ, વોટર શાખા મારફત, પી.એ.સી.૧૦ ટકાની ખરીદી ખર્ચ ૯પ.૧૭ લાખ મંજુર કરાયા છે.
જ્યારે બેડી-માધાપર ભુંગા વિસ્તારમાં પાણી પાઇપલાઇન, નવી આરસીસી, બ્રીક મેશનરી, વાલ ચેમ્બરના વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટર રુા. ર૭.૩૧ લાખ, સ્વચ્છતા સંરક્ષણ તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ માટે ક્ધસલટન્ટની નિમણુંક કરવા ખર્ચ માટે રુા. ૧૯.૮૦ લાખ, સોલીડ વેસ્ટ શાખા માટે બેકહો લોડર મશીન નંગ ૬ ખર્ચ રુા. ૯ર.૭૮ લાખ, કોન્ફરન્સ હોલ, વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ ખર્ચ રુા. ૧૪.૯પ લાખના કામો મંજુર કરાયા હતા.
જ્યારે પ્રિમોન્સુ કામગીરીમાં ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૩.૪૯ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૨ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ર.૯પ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૩ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૩.૭પ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૪ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૬.૯૩ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૫ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૩.૧૪ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૬ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૩.૩પ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૭ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૫.૩પ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૮ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૪.૪૦ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૯ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૨.૭૪ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૧૦ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૩.૬૬ લાખ, પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ભાગ-૧૧ માટે ઓપન કવર્ડ કેનાલ, નાલા પુલીયા વિગેરેની મશીનરી તથા મેન્યુઅલ સફાઇ કરવાના રુા. ૮.૨૦ લાખના કામો મંજુર કરાયા છે.
જામનગર મહાનગરપાલિકાની સ્થાયીની સમિતિની બેઠક નિલેષ કગથરાના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી, જેમાં કુલ ૯ સભ્યો હાજર હતા, ઉપરાંત મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર વાય.ડી. ગોહિલ, ઇન્ચાર્જ આસી. કમિશ્નર જીજ્ઞેશ નિર્મલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વયમર્યાદાના કારણે નિવૃત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News