રાજકોટ માર્કેટિંગ યાર્ડના 145 કમિશન એજન્ટો પાસે હરરાજી મારફતે રૂ. 17.19 કરોડના જીરાની ખરીદી કરી પૈસા નહીં ચૂકવી અંડર ગ્રાઉન્ડ થઇ જનાર ઢોલરીયા બંધુને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે રાજસ્થાનથી ઝડપી લીધા છે. હવે આ અંગે કમિશન એજન્ટ દ્વારા નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જીરાના ભાવમાં આવેલા તફાવતના કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં બીપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરીયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ પેઢી કાચી પડી હતી. યાર્ડના 145 દલાલોના 17.19 કરોડની વધુ રૂપિયા ફસાયા છે. જેના પગલે રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં કમિશન એજન્ટ એસોસિએશનનાં હોદેદારો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયા હતા. તેમણે પોલીસ કમિશ્નરને મળી લેખિત અને મૌખિક રજુઆત કરતા જણાવ્યું હતું કે, તમામ દલાલો જાહેર હરરાજીમાં માલનું વેચાણ કરે છે. ત્યારબાદ ખરીદનાર ચેકથી પેમેન્ટ કરે છે. આ નિયમથી જે.કે. ટ્રેડિંગ કંપનીનાં માલિકો બિપીનભાઈ ઢોલરીયા અને નિતેશભાઈ ઢોલરીયા દ્વારા જાહેર હરરાજીમાં માલની ખરીદી કરી અને પેમેન્ટ માટે ચેક આપેલ હતા. જે ચેકની રકમ રૂ. 17,19,50,059 ની ઠગાઈ આચરી લીધાનું જણાઈ આવ્યું હતું. જર બાદ પેઢીના બંને માલિકો ફરાર થઇ ગયેલા હતા તેમજ બંનેનાં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવ્યા હતા.
પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી લેખિત અને મૌખિક રજુઆતોને પગલે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી હતી. ઈઓડબ્લ્યુ શાખાના પીઆઈ કે.જે. કરપડાની રાહબરીમાં ટીમે બિપિન ઢોલરીયા અને નિતેશ ઢોલરીયાને રાજસ્થાનથી ઝડપી લઇ રાજકોટ લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ મામલે કમિશન એજન્ટની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech