હર્ષદપુર વિસ્તારમાંથી એલઈડી લાઈટ સહિતનો મુદ્દામાલ ચોરાયો

  • July 04, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮૫ હજારના મુદામાલ સાથે આરોપીની અટકાયત

ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે સોલાર પેનલ તથા એલ.ઈ.ડી. સહિતનો મુદ્દામાલ ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આ જ વિસ્તારમાં રહેતા એક શખ્સને ઝડપી લીધો હતો.
ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર હર્ષદપુર ગામના હાપીવાડી સીમમાંથી રૂપિયા ૬૦,૦૦૦ ની કિંમતની અમૃત સરોવર યોજના હેઠળની એલ.ઈ.ડી. લાઇટના ત્રણ સેટ તથા સોલાર પેનલની પ્લેટ અને બેટરી સહિતનો મુદ્દામાલ ચોરી થવા સબબ હર્ષદપુર વિસ્તારમાં રહેતા કરસનભાઈ તેજસીભાઈ માતંગ દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણ સંદર્ભે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાપીવાડી ખાતે રહેતા મિલન હસમુખભાઈ નકુમ નામના ૨૨ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી ઉપરોક્ત રૂ. ૬૦,૦૦૦ ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ તેમજ રૂ. ૨૫,૦૦૦ ના અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ૮૫ હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
***
સોડસલામાં થયેલા વાયર ચોરીમાં છ શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સોડસલા ગામ નજીકથી થોડા સમય પૂર્વે રૂપિયા ૯,૯૦૦ ની કિંમતનો ૧૧૦ કિલોગ્રામ ૧૧ કે.વી. વિજ વાયરનો જથ્થો ચોરી થયાનો બનાવ રવિવારે સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ સંદર્ભે સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નજીકના કુબેર વીસોત્રી ગામના પાટીયા પાસેથી છકડો રીક્ષામાં ચોરીનો મુદ્દામાલ લઈને નીકળેલા દેવશી પુના પરમાર અને ધર્મેશ બુધાભાઈ રાઠોડ ને રૂ. ૧૦,૩૫૦ ની કિંમતના ચોરીના વાયર તેમજ રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતના છકડા રીક્ષા સાથે અટકાયત કરી હતી.
આ અંગેની વધુ કાર્યવાહીમાં સોડસલા ગામના નવદીપ કરસન મકવાણા, ડાયા રણમલ પરમાર, ભાવેશ પાલા પરમાર અને પ્રતાપ આલા પરમાર નામના વધુ ચાર શખ્સોને ઝડપી લઇ, ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખિયા, એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, નગાભાઈ હરદાસભાઈ, દેવેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર અને ભરતસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.
**
વાયર ચોરી કરનાર આરોપી તેમજ મુદ્દામાલ જપ્ત કરતી સલાયા મરીન પોલીસ
સલાયા મરીન પૉલીસના એએસઆઈ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા નગાભાઈ હરદાસભાઈ લુણાને સંયુકત રીતે ખાનગી રાહે બાતમીના આધારે સોડસલા તરફથી રીક્ષામાં ભરી ખંભાળિયા તરફ જતાં રીક્ષાને કુબેર વિસોત્રી નજીક વૉચ રાખી તપાસ કરતાં છકડામાં આ કામના આરોપી દેવશી પુના પરમાર, ધર્મેશ બુધા રાઠોડ (સોડસલા)ને વાયર આશરે ૧૧પ કિલો (કિ.‚ા.૧૦૩પ૦) તથા છકડો રીક્ષા (કિ.‚ા.પ૦ હજાર) કબજે કરી પૂછપરછ કરતાં સદરહુ ચોરીમાં સંડોવાયેલા અન્ય શખસો નવદીપ મકવાણા, ડાયા રણમલ પરમાર, ભાવેશ પાલા પરમાર તથા પ્રતાપ આલા પરમારની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તપાસ સલાયા મરીન પોલીસ પીઆઈ સિંગરખીયા દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરીમાં સલાયા મરીન પોલીસના દેવેન્દ્રસિંહ, વિપુલ ડાંગર તેમજ ભરતસિંહ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application