BREAKING NEWS

ઈટાલીએ ઇઝરાયેલ સાથેનો સંરક્ષણ કરાર કર્યો રદ; સૈન્ય ટેકનોલોજી અને હથિયારોના આદાનપ્રદાન પર રોક, લેબનોન વિવાદ બાદ લેવાયો કડક નિર્ણય

  • April 14, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના વધતા ઘર્ષણ વચ્ચે ઇટાલીએ એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ઈટાલીએ ઇઝરાયેલ સાથેના તેના સંરક્ષણ સહયોગ કરાર (Defense Agreement) ને સ્થગિત કરી દીધો છે. આ કરાર હેઠળ બંને દેશો સૈન્ય ઉપકરણો, ટેકનોલોજી સંશોધન અને તાલીમમાં એકબીજાને સહકાર આપતા હતા.


કરારનું નવીનીકરણ નહીં થાય
વેરોનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સ્પષ્ટ કર્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેમની સરકાર ઇઝરાયેલ સાથેના સંરક્ષણ કરારના સ્વચાલિત નવીનીકરણ (Automatic Renewal) ને અટકાવી રહી છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની વર્તમાન સૈન્ય કાર્યવાહીઓને જોતા આ કરાર ચાલુ રાખવો રાજકીય રીતે મુશ્કેલ હતો.


શું હતો આ સંરક્ષણ કરાર?

વર્ષ 2006માં અમલમાં આવેલા આ કરારની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. આ કરારમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થતો હતો:


સંરક્ષણ ઉદ્યોગોમાં સહયોગ અને સૈન્ય સામગ્રીનું આદાનપ્રદાન.


સૈન્ય કર્મચારીઓનું શિક્ષણ અને તાલીમ.


સંશોધન અને વિકાસ (R&D) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભાગીદારી.


તણાવ વધવાનું મુખ્ય કારણ
છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી છે. ગયા અઠવાડિયે ઈટાલીએ ઇઝરાયેલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં ઈટાલીના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો (UN Peacekeepers) ના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહનોને નુકસાન થયું હતું, જેના વિરોધમાં ઈટાલીએ ઇઝરાયેલના રાજદૂતને તેડું મોકલ્યું હતું.



ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ હાલમાં જ બેરૂતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇઝરાયેલ દ્વારા લેબનોનના નાગરિકો પર કરવામાં આવતા હુમલાઓને 'અસ્વીકાર્ય' ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઈટાલી નાગરિક વસ્તી પર થતા હુમલાઓ સામે લેબનોનની સાથે છે. આ નિવેદન બાદ ઇઝરાયેલે પણ ઈટાલીના રાજદૂતને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News