આઇપીએલ 2025 માટે મેગા ઓક્શનની તારીખ નક્કી થઇ ગઈ છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન યોજાશે. બીસીસીઆઈએ જણાવ્યું કે આ વર્ષની મેગા ઓક્શન માટે કુલ 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાં ઈટાલીનો એક ખેલાડી પણ સામેલ છે. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ઈટાલીના ખેલાડીએ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કર્યું હોય.
ઇટાલીથી રજીસ્ટ્રેશન કરાવનાર ખેલાડીનું નામ થોમસ ડ્રેકા. તે અત્યાર સુધીમાં ઇટાલી માટે ચાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સિવાય તેણે ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં ભાગ લીધો હતો. થોમસ ટુનર્મિેન્ટમાં બ્રેમ્પટન વુલ્વ્ઝ માટે રમ્યો હતો. થોમસ એક ફાસ્ટ બોલર છે, જેણે ચાર 20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ લીધી હતી, જેમાં તેનો બેસ્ટ સ્કોર 3/9 હતો. આ સમયગાળા દરમિયાન તેણે 4.25ની ઇકોનોમી પર રન ખચ્યર્.િ હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તેમને આઇપીએલમાં કોઈ ખરીદદાર મળે છે કે નહીં.
આઈપીએલ મેગા ઓક્શન માટે ભારત સિવાય દક્ષિણ આફ્રિકાના સૌથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આફ્રિકાના કુલ 91 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા આ યાદીમાં બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કુલ 76 ખેલાડીઓએ હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
નોંધનીય છે કે મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવનારા 1574 ખેલાડીઓમાંથી 204 સ્લોટ ભરવામાં આવશે એટલે કે માત્ર 204 ખેલાડીઓને જ ખરીદવામાં આવશે. આ મેગા ઓક્શનમાં કયા ખેલાડીઓનું નસીબ ચમકે છે તે રસપ્રદ રહેશે. તમામ ટીમો તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ખેલાડીઓને ખરીદવા માટે ટીમોની પર્સ વેલ્યુ 120 કરોડ રૂપિયા છે, જેમાંથી ટીમોએ આઈપીએલ રિટેંશન માટે પણ પૈસા ખચ્યર્િ છે. હવે ટીમોએ બાકીના પૈસાથી જ ખેલાડીઓ ખરીદવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech