દેશમાં સાયબર ફ્રોડના મામલા ઝડપથી સામે આવી રહ્યા છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર છેતરપિંડી કરનારાઓ પણ છેતરપિંડી માટે અલગ-અલગ હાઈટેક પદ્ધતિઓ અપ્નાવી રહ્યા છે. હવે આવી છેતરપિંડી રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે. ભારતમાં ટેલિકોમ ઓપરેટરોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો પર ચિંતા વ્યક્ત કરી છે જે 1 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા હતા. આ નિયમ અનુસાર, બેંકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને અન્ય નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા વ્યવહારો અને સેવાને ટ્રેસ કરવું ફરજિયાત રહેશે, જેના પર અગાઉ છૂટ ઉપલબ્ધ હતી. નિયમોમાં ફેરફારની તારીખ લંબાવવાની ટેલિકોમ કંપ્નીઓની વિનંતીને સ્વીકારીને તેની સમયમયર્દિા વધારીને 1 ડિસેમ્બર કરવામાં આવી છે.ટેલિકોમ કંપ્નીઓએ કહ્યું છે કે ઘણી અગ્રણી સંસ્થાઓ અને ટેલીમાર્કેટર્સ હજુ સુધી આ નિયમોનું પાલન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી, જે ઓટીપી અને અન્ય આવશ્યક સંદેશાઓની ડિલિવરીમાં અવરોધ લાવી શકે છે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ટ્રાઈને આ મુદ્દા અંગે જાણ કરી અને આ નવા નિયમના અમલીકરણની તારીખ લંબાવવાની અપીલ કરી. આ પછી તેની સમયમયર્દિા વધારીને 1 ડિસેમ્બર કરવામાં આવી છે.
ફેક કોલ અને મેસેજને રોકવા કડક સુચના
ફેક કોલ અને મેસેજને રોકવા માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ટ્રાઈ અનુસાર, ટેલિકોમ ઓપરેટરોને ફેક કોલ પર અંકુશ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. સ્કેમર્સ નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને નકલી કોલ અને મેસેજ દ્વારા તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે તેને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમ અનુસાર, ફોન પર આવતા કોલ અને મેસેજને ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા પ્રી-સ્ક્રીન કરવામાં આવશે. આ નંબરોની ઓળખ કયર્િ પછી, તે સંદેશાઓ અને કોલ્સ તરત જ બ્લોક થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech