ભારતીય જનતા પાર્ટી પહેલા જેવી ભાજપા નથી એવું ભૂતકાળમાં અનેક ભાજપના વરિષ્ઠ નેતાઓ ભારે વસવસા સાથે બળાપો ઠાલવતા કહ્યું હતું, તો કેટલાક સાઈડલાઈન થયેલા પાર્ટીના પાયાના સિનિયર નેતાઓ પણ આ વાત સ્વીકારી રહ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપ અને આરઆરએસ (સંઘ) વચ્ચેનો ખટરાગ જોવા મળ્યો હતો. ત્યારે વધુ એક વાર આવો જ એક બનાવ સામે આવ્યો છે. ગઢડા તાલુકા ભાજપના પ્રમુખે સંઘના નેતા સંજય જોશીને સોશિયલ મીડિયા પર જન્મદિનની શુભકામના પાઠવતા રાજીનામુ આપી દેવા માટેની ઉચ્ચકક્ષાએથી સૂચના મળતા બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકળીયાએ તા. 6 એપ્રિલના રોજ આરએસએસના નેતા સંજય જોષીને જન્મદિવસની સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવતા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રકાશભાઈને ટેલિફોનિક રાજીનામું આપવાની સૂચના આપી છે. જોકે, પ્રકાશભાઈએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમણે કોઈ ખોટું કાર્ય કર્યું નથી પોતાને વર્ષોથી સંજય જોષી સાથે સંબંધો છે. અને સંબધો ના નાતે શુભકામના પાઠવી હતી. બીજી તરફ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું છે કે, પ્રદેશ ભાજપની સૂચના અનુસાર તેમણે રાજીનામાંની માંગણી કરી છે. આ મામલે હાલ બંને પક્ષ પોતાના વલણ પર અડગ છે. આ વિવાદને કારણે બોટાદ જિલ્લા ભાજપમાં રાજકીય માહોલ ગરમાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech