સામાન્યથી 13 ડિગ્રી સુધીનો લઘુતમ તાપમાનમાં ઘટાડો થયા પછી આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. પરંતુ સૂર્યોદય થતા ની સાથે જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. સૂર્યપ્રકાશિત વાતાવરણના કારણે મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે.
ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી ઘટીને 6.2 ડિગ્રી થઈ ગયું હતું. આજે તેમાં પાંચ ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજે નલિયામાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે,
રાજકોટ અને પોરબંદરમાં સામાન્ય વધારા સાથે આજનું લઘુતમ તાપમાન અનુક્રમે 14 અને 14.5 ડિગ્રી રહ્યું છે. વેરાવળમાં એક ડિગ્રીના વધારા સાથે આજે 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં ગઈકાલે અને આજે એકસરખું 22.2 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે. દ્વારકામાં અડધો ડિગ્રીના વધારા સાથે આજે 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 16 અને અમરેલીમાં મામુલી ઘટાડા સાથે 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો આજે લઘુતમ તાપમાનમાં રહ્યો છે. અમદાવાદમાં આજે 14.7 ગાંધીનગરમાં 12.2 અને વડોદરામાં 14.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ નવના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ ઉદભવશે અને તેના કારણે જમ્મુ કાશ્મીર લદાખ સહિત હિમાલયન રીજીયનમાં વરસાદ તથા હિમવર્ષાની શક્યતા છે. આ ઉપરાંત આસામમાં સાયકલોનિક સર્ક્યુલેશન હોવાથી આસામ સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech