જેલમાં જાતિના આધારે કેદીઓ સાથે ભેદભાવના મુદ્દે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન CJI DY ચંદ્રચુડે આકરી ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું, "બંધારણ સમાનતાનો અધિકાર આપે છે, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે પરંતુ બ્રિટિશ કાળમાં બનેલા કાયદાઓની અસર હજુ પણ છે. અંગ્રેજોએ તેમના કાયદામાં ભારતની જાતિ પ્રથાને સ્થાન આપ્યું હતું. અંગ્રેજોએ કેટલીક જનજાતિઓને અપરાધી જાહેર કરી હતી. સ્વતંત્ર ભારતમાં તે જાતિઓને તે જ દૃષ્ટિએ જોવું ખોટું છે.
CJI ચંદ્રચુડે વધુમાં કહ્યું, "અમને કહેવામાં આવ્યું હતું કે જેલમાં ઉચ્ચ જાતિના કેદીઓને રસોઈ બનાવવા જેવી નોકરી આપવામાં આવે છે. તેઓને આ માટે યોગ્ય ગણવામાં આવે છે. આ સ્પષ્ટપણે જાતિ આધારિત ભેદભાવ છે. કેટલીક જાતિઓને સફાઈને લાયક સમજીને તેમને એ જ કામ આપવામાં આવે છે. આ બધું ખોટું છે અને ન થવું જોઈએ."
દરેક રાજ્યને આપવામાં આવી આ સૂચના
CJIએ વધુમાં કહ્યું કે ડૉ. આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વર્ગની સામાજિક-આર્થિક સ્થિતિ તેના જુલમનો આધાર બની શકે નહીં. ન તો ભૂતકાળમાં અમુક આદિવાસીઓને ગુનેગાર કહેવાનું યોગ્ય હતું અને ન તો આજે તેમને રીઢા ગુનેગારોની શ્રેણીમાં મૂકવું યોગ્ય છે. અમે નિર્દેશ આપી રહ્યા છીએ કે દરેક રાજ્ય 3 મહિનામાં તેની જેલ મેન્યુઅલમાં સુધારો કરે. કેન્દ્ર સરકારે મોડેલ જેલ મેન્યુઅલમાં લખવું જોઈએ કે જેલમાં જાતિના આધારે ભેદભાવ ન થઈ શકે.
'જેલમાં કેદીનું જાતિ ફોર્મ ન હોવું જોઈએ'
સુનાવણી દરમિયાન CJIએ તમામ જોગવાઈઓને ગેરબંધારણીય જાહેર કરી. જે અમુક જાતિઓને અપરાધી માને છે. CJIએ કહ્યું કે કેદીની જાતિ રેકોર્ડ કરવા માટે કોલમ ન હોવી જોઈએ. કેન્દ્ર સરકારે આ નિર્ણયની નકલ 3 અઠવાડિયાની અંદર તમામ રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવી જોઈએ. સફાઈનું કામ જાતિના આધારે આપવું ખોટું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech