કોલકાતામાં એક તબીબ સામે વધુ સારી વૈકલ્પિક સારવાર પસદં ન કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો અને મામલો અદાલતમાં પહોચ્યો હતો, જેમાં કોલકાતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફકત વધુ સારી વૈકલ્પિક સારવાર પસદં ન કરવા બદલ ડોકટરને તબીબી બેદરકારી માટે દોષિત ઠેરવી શકાય નહીં અને અદાલતે નવજાત શિશુના માથા પર કાપ મૂકવાના કેસમાં ડોકટર નિર્દેાષ જાહેર કર્યા છે.
એક મહત્વપૂર્ણ ચુકાદામાં, કલકત્તા હાઈકોર્ટે જણાવ્યું છે કે કોઈ ડોકટરને ફકત એટલા માટે તબીબી બેદરકારી માટે દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે સારવારની વૈકલ્પિક અથવા વધુ સારી પદ્ધતિ ઉપલબ્ધ છે.હાઈકોર્ટે આ અવલોકન અલીપોરમાં વુડલેન્ડસ મલ્ટી–સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ સામે દાખલ કરાયેલ ફોજદારી કેસને ફગાવી દેતી વખતે કયુ હતું.
કેસની વિઅગત જોઈએ તો એક નવજાત બાળકના પિતાએ ૧૨ માર્ચ, ૨૦૧૬ ના રોજ અલીપોર પોલીસ સ્ટેશનમાં ડો. પરવિંદર કૌર અને ડો. શાંતનુ રોય વિદ્ધ કેસ દાખલ કર્યેા હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ૧૧ માર્ચે સી–સેકશન ડિલિવરી પછી બાળકના માથા પર એક નાનો ઘા જોવા મળ્યો હતો.
ડોકટરોએ તેમને કહ્યું હતું કે ઘા ટાંકાથી ઝાઈ જશે. જોકે, પિતાએ તબીબી બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભૂતકાળના અનુભવનો ઉલ્લેખ કર્યેા હતો જેમાં તેમની મોટી પુત્રી, જે તે જ હોસ્પિટલમાં અને તે જ ડોકટરોની સંભાળ હેઠળ જન્મી હતી, તેના પર પણ સમાન કટ થયો હતો, જેના પરિણામે વાળ ઉગ્યા હતા.
જસ્ટિસ ચૈતાલી ચેટર્જીએ પુનરોચ્ચાર કર્યેા હતો કે કોઈ તબીબી વ્યાવસાયિક પર બેદરકારી માટે કેસ ચલાવવા માટે, એ સાબિત કરવું જરી છે કે આરોપી ડોકટર દ્રારા લેવાયેલું જોખમ એટલું હતું કે તેનાથી ઈજા થવાની શકયતા ખૂબ જ હતી. ન્યાયાધીશે આટલી ટીપ્પણી કરીને કેસને ફગાવી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application