BREAKING NEWS

વાંકાનેરમાં પંપ પર ખેડૂતો પાસે ખેડૂત હોવાના પુરાવા માગવા ગેરકાનૂની: ખેડૂત એસો.

  • May 23, 2026 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેર : ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા (ક્રાંતિ સંગઠન), ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા, મનરસિંહ રાઠોડ, ભુપતભાઈ પટેલ (ધાકાવાળા), કાળુભાઈ રાઠોડ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પટેલ પ્રવિણભાઈ પડારીયા, રામદેવસિંહ જાડેજા, પટેલ નાગજીભાઈ વિરાણી ની સંયુકત યાદી જણાવે છે કે ગુજરાત રાયના ૫૩ લાખ ખેડૂતો એક કરોડ પચાસ લાખ સર્વ નંબરમાં ખરીફ સીઝનમાં વ્યાજબી ભાવે સબસીડી આપી ડીઝલ વ્યવસ્થા કરવાની ખેડૂત એસોસિયેશન દ્રારા માંગ ઉઠાવી છે.                    
આજે રાયના ખેડૂતો મોટું નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને ખરીફ સીઝનમાં ખેતી કરવા માટે ડીઝલ સમયસર મળતું નથી. મોટાભાગના પેટ્રોલ પપં પર ડીઝલ ખલાસના પાટીયા મારેલા છે. સરકાર ડીઝલ અને પેટ્રોલનો પુરતો જથ્થો હોવાના બણગાં ફકે છે. સરકાર પાસે પૂરતો જથ્થો હોય તો ખેડૂતો પાસે ખેડૂત હોવાના દસ્તાવેજી પુરાવા શા માટે માગવામાં આવી રહ્યા છે. અન્ન અને પુરવઠા વિભાગ દ્રારા જાહેર કરાયેલા આદેશ અનુસાર જો કોઈ ખેડૂત પેટ્રોલ પપં પર ડીઝલ લેવા જશે તો તેને ૭–૧૨, ૮–અ ની નકલ અને ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ અને ટ્રેકટર ની આર.સી બુક જેવા પુરાવા આપવા પડશે અને આ પુરાવા આપ્યા બાદ ફકત ૨૦૦ લીટર ડીઝલ આપવામાં આવશે. શાસક પક્ષ સાથે ઘરોબો ધરાવતા અને ધારાસભ્ય, સંસદ સભ્યોની ઓળખાણ હોય તેવા તેના મળતીયાઓ દ્રારા ડીઝલના મોટા મોટા બેરલો ભરી લીધા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતો પાસે ખેડૂત હોવાના  દસ્તાવેજી પુરાવા માગવા એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ડીઝલમાં સબસીડી આપવામાં આવે તો જ ખેડૂતો પાસે દસ્તાવેજી પુરાવા માંગી શકો. અન્યથા ખેડૂતોને કનડગત કરવાનું રાય સરકાર બધં કરે. કારમી મોંઘવારીમાં સરકાર ડીઝલ પર નો ટેકસ ખેડૂતો માટે સંપૂર્ણપણે માફ કરે તાજેતરમાં ડીઝલમાં ત્રણ રૂપિયા વધારવામાં આવ્યા છે અને ખાતરની એનપીકે ૧૨૩૨૧૬માં ગુણીએ રૂા.૩૦૦ વધારો અને એપીએસ ૨૦૨૦૦૧૩માં રૂા.૭૦૦ જેવો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આગેવાનોએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્રારા ગુજરાત રાય ના તમામ ખેડૂતો ખરીફ સીઝન માં ટોટલ ખર્ચ સરકાર દ્રારા બીજી જુન સુધી માં આપવા માં આવે વીધે પંદર હજાર રૂપિયા તમામ જમીનનો વાવણીથી કાપણી સુધીનો ખર્ચ આપવામાં આવે, વધુમાં વિજ પોલ કંપની ઓ ખેડૂતોની મરજી વિદ્ધ વિજપોલ ખેતરમાં નાખે છે એ કંપની વિદ્ધ કાર્યવાહી હાથ ધરી રોકવામાં આવે. તેવી અંતમાં ગુજરાત ખેડૂત એસો., ક્રાંતિ સંગઠન, ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠન દ્રારા માગ ઉઠાવવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application