ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ના પરિણામો જાહેર થઈ ગયા છે. બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમ વખત બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ પદ્ધતિ મુજબ પોતાના પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આગામી જૂન માસમાં લેવાનારી બોર્ડની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.
બોર્ડના સત્તાવાર સાધનો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ લેવામાં આવશે. અમદાવાદમાં બે કેન્દ્રમાં પરીક્ષા લેવાશે જ્યારે અન્ય જિલ્લાઓમાં એક એક મળીને કુલ 34 સંભવિત કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ભુજ બોટાદ જામખંભાળિયા વેરાવળ અને મોરબી જિલ્લા મથકો એ પરીક્ષા લેવામાં આવશે અને સંભવિત કેન્દ્રની યાદીમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં લક્ષ્મીનગર કેન્દ્રમાં પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.
બોર્ડ દ્વારા માત્ર શાળાઓ મારફતે જ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. નિયત સમય મર્યાદા બહાર આવેલી અથવા તો ઓફલાઈન મળેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારો માટેની ફીની રકમ એક વિષય માટે રૂપિયા ૧૫૦ બે વિષય માટે રૂપિયા 215 ત્રણ વિષય માટે રૂપિયા 275 અને ત્રણથી વધુ વિષય હોય તો રૂપિયા 395 ની ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. ફી રિસીપ્ટ રજીસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે અને જરૂર પડયે બોર્ડ સમક્ષ રજૂ કરવી પડશે. કન્યા ઉમેદવારો અને દિવ્યાંગોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પૃથક( આઈસોલેટેડ) ઉમેદવારો તથા ફેબ્રુઆરી માર્ચ 2025 માં લેવામાં આવેલી પરીક્ષામાં નોંધાયા ન હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech