ઈસરોના કાઉન્ટડાઉનમાં અવાજ આપનારા વલરમતીનું નિધન

  • September 04, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદ્રયાન–૩ હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ છે વલરમતીનો. હરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન ૧૦,૯,૮,૭... સંભળાય છે. જે મહિલા વૈજ્ઞાનિકનો આ અવાજ છે તે હવે લોકો કયારેય સાંભળી શકશે નહીં.


આ અવાજ કાયમ માટે મૌન થઈ ગયો. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન–૩ લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અંગે અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિક વલરમતીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન–૩ ૧૪ જુલાઈના રોજ હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિક વલરામતીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. વલરામતીએ ઈસરોના ઘણા સફળ રોકેટ પ્રક્ષેપણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશની અવકાશ સંશોધન યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ચંદ્રયાન–૩ના લોન્ચ કાઉન્ટડાઉનમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

૨૩ ઓગસ્ટે ચંદ્રયાન–૩નું લેન્ડર મોડુલ ચંદ્રની સપાટીને સ્પશ્યુ હતું. તેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, ૨૩ ઓગસ્ટે, ચંદ્રયાન–૩ ના લેન્ડર મોડુલએ ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યેા. તેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આટલું જ નહીં, લેન્ડિંગથી ભારત પૃથ્વીના એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહના અજાણ્યા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application