ઈઝરાયેલને હવે ગાઝા અને લેબનોન તેમજ યમન સાથે લડવું પડશે. રવિવારે ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં યમનના હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી મિસાઇલનો નાશ કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું છે કે યમનમાંથી છોડવામાં આવેલી મિસાઈલથી કોઈ નુકસાન થયું નથી. જ્યારે યમનના હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે ઇઝરાયેલના શહેર ઇલાતને નિશાન બનાવીને છોડવામાં આવેલી ઘણી મિસાઇલો નિશાનથી ચકરાઈ છે અને નુકસાન પહોંચાડ્યું છે.
યમન સાથેનો સીધો સંઘર્ષ શુક્રવારે શરૂ થયો જ્યારે હુથિઓએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ પર ડ્રોન હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને દસ ઘાયલ થયા. તેના જવાબમાં ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે શનિવારે લગભગ બે હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને યમનના હોદેદા બંદર, અનેક ઓઈલ બેઝ અને સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો હતો.
ઇઝરાયેલની આ કાર્યવાહીમાં યમનમાં છ લોકો માર્યા ગયા અને 80 લોકો ઘાયલ થયા. તેના જવાબમાં રવિવારે હુથીએ ફરી એકવાર ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો. મિસાઈલ હુમલાના સંકેત મળતા જ એઈલતમાં એલર્ટ સાયરન વાગવા લાગ્યા અને લોકો સુરક્ષિત જગ્યાએ દોડી ગયા. યુદ્ધના આ નવા મોરચાની શરૂઆતથી પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech