ઇઝરાયેલે સોમવારે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા 130 રોકેટ હુમલાનો વળતો જોરદાર જવાબ આપ્યો હતો અને તેના 100 ફાઇટર પ્લેન લેબનોનમાં ઘસી ગયા હતા અને લગભગ 120 સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલના હિઉમ્લાના પગલે લેબેનોન ફરી ધ્રુજી ઉઠ્યું છે.
લેબનોનમાં ઇઝરાયલી ગ્રાઉન્ડ ઓપરેશન અંગે આઈડીએફએ જણાવ્યું હતું કે, ’અમારા વિમાનોએ વિવિધ હિઝબુલ્લાના એકમોને નિશાન બનાવ્યા હતા. આઈડીએફ અનુસાર, આ હવાઈ હુમલો હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે હતો. એક તરફ ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરના હુમલાની વરસી પર શોક સભાઓ ચાલી રહી હતી અને બીજી તરફ તેની સેના અનેક મોરચે યુદ્ધ લડી રહી હતી. ઇઝરાયેલે લેબનોનમાં પોતાના ટાર્ગેટને નિશાન બનાવીને રોકેટ છોડ્યા હતા. ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 42,000 લોકોના મોત થયા છે. ઇઝરાયેલે વારંવાર કહ્યું છે કે તેણે ગાઝામાં હમાસને અસરકારક રીતે હરાવ્યું છે, ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં વધારો થયો હોવા છતાં, હિઝબુલ્લાએ સોમવારે સમગ્ર દિવસ દરમિયાન 130 થી વધુ રોકેટ છોડ્યા હતા. આમાંથી મોટાભાગના રોકેટે હાઈફાને નિશાન બનાવ્યું હતું.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લેબનોનથી હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા કેટલાક રોકેટને આયર્ન ડોમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ખાલી વિસ્તારોમાં પડ્યા હતા. ઈઝરાયેલ હવે આકરા પાણીએ છે અને કોઈપણ સમયે ઈરાન સામે જવાબી હુમલો કરી શકે છે. તે જ સમયે, તેહરાને પુનરોચ્ચાર કર્યો છે કે તે તેની ધરતી પર કોઈપણ ઇઝરાયેલી હુમલાનો જવાબ આપશે, આ વધતા સંઘર્ષમાં અમેરિકા પણ સામેલ થવાની સંભાવના છે. તે ઇઝરાયેલને નોંધપાત્ર લશ્કરી અને રાજદ્વારી સહાય પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech