ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં જોરદાર હવાઈ હુમલા કયર્િ છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના અંડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરો પર અનેક હવાઈ હુમલાઓ કયર્િ છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓ માયર્િ ગયા છે. માયર્િ ગયેલા આતંકવાદીઓમાં હિઝબુલ્લાહના દક્ષિણ મોરચા અને રદવાન ફોર્સના 6 વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે. એટલું જ નહીં ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહના નાસિર, બદર અને અઝીઝ યુનિટ પર પણ ભીષણ હુમલા કયર્િ છે.
ઇઝરાયેલના સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી વાયુસેનાના જેટ વિમાનો દક્ષિણ મોરચે હિઝબુલ્લાહના અંડરગ્રાઉન્ડ કેન્દ્રો પર ત્રાટક્યા હતા અને ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને ખતમ કરી દીધા હતા. હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સંરક્ષણ દળો દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન અને હવાઈ હુમલા ચાલુ રાખશે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા વધુ હુમલા કરવામાં આવશે. આ હુમલાઓનો હેતુ ઉત્તરના રહેવાસીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા લાવવાનો છે.
ડેનિયલ હગારીએ કહ્યું કે હિઝબુલ્લાહના આતંકવાદીઓ ગેલિલી પર હુમલાની યોજના માટે જવાબદાર હતા. સચોટ માહિતીના આધારે, ઇઝરાયેલના જેટ વિમાનોએ હિઝબુલ્લાહના રદવાન ફોર્સ, નાસર, બદર અને અઝીઝ યુનિટ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે છ કમાન્ડર સહિત 50થી વધુ આતંકવાદીઓ માયર્િ ગયા છે. ઇઝરાયલે ગયા અઠવાડિયે દક્ષિણ લેબનોનમાં પણ જમીની હુમલાઓ કયર્િ હતા, જે સતત ચાલુ છે. દરમિયાન હિઝબુલ્લાહે કહ્યું કે તેણે તેના મૃત કમાન્ડરોની જગ્યાએ નવી નિમણૂંકો કરી છે. ઈઝરાયેલી સેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે લેબનોનના દક્ષિણી તટ પર ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. ઈઝરાયેલની સેનાએ ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને માછીમારોને બીચથી દૂર રહેવાની ચેતવણી આપી છે. સેનાના નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech