હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાને ઈઝરાયેલે તેહરાનમાં હુમલો કરી મારી નાખ્યા

  • July 31, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, હનિયા અને તેના એક ગાર્ડની તેહરાન ખાતેના તેમના નિવાસસ્થાને જ હત્યા કરવામાં આવી હતી.ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે તહેરાનમાં રાષ્ટ્રપતિના શપથ સમારંભમાં હાજરી આપવા આવેલા હમાસના રાજકીય વડા ડો.ઈસ્માઈલ હાનિયાના નિવાસસ્થાને હુમલો કર્યો હતો અને આ ઘટના પછી, તે અને તેનો એક અંગરક્ષક શહીદ થયો હતો. જો કે આ હત્યા કેવી રીતે થઈ તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.
હિઝબુલ્લાહ સાથે જોડાયેલી ન્યૂઝ સાઇટએ એવો દાવો કર્યો છે કે ઇઝરાયેલે તેને મારી નાખ્યા છે. ઈઝરાયેલના અધિકારીઓએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.ઈઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલા બાદ હાનિયા અને અન્ય હમાસ નેતાઓને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ હુમલામાં 1200 ઇઝરાયલી નાગરિકો માયા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવાયા હતા.
ઈસ્માઈલ હાનિયા હમાસ આતંકવાદી સંગઠનનો રાજકીય નેતા છે. તે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનની મુલાકાતે હતા ત્યારે હાનીયાના ત્રણ પુત્રો એપ્રિલમાં હવાઈ હુમલામાં માયર્િ ગયા હતા.તેમ છતાં હાનીયાએ બંધકોને મુક્ત કરવાની અને સત્તા પરથી હટી જવાની ના પાડી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application