ભવિષ્યમાં ગોપાલ ઇટાલીયા દ્વારકા બ્રાહ્મણ સમાજની માફી માંગશે: ઇશુદાન ગઢવી

  • July 03, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશના દર્શન કયર્:િ બ્રહ્મસમાજના આગેવાનો સાથે કરી ચચર્:િ ગોપાલ ઇટાલીયા નહીં આવતાં કોઇએ વિરોધ દશર્વિ્‌યો નહીં

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી સહિતના આગેવાનો આજે દ્વારકા આવ્યા હતાં અને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કયર્િ હતાં, વ્હેલી સવારે જ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા ગોપાલ ઇટાલીયાનો વિરોધ કરવા એકત્રીત થયા હતાં, પરંતુ ગોપાલ ઇટાલીયા કોઇ કારણોસર ઉપસ્થિત નહીં રહેતા કોઇએ વિરોધ પ્રદર્શીત કર્યો ન હતો, જયારે ઇસુદાન ગઢવીએ બ્રહ્મસમાજના આગેવાનો સાથે ચચર્ઓિ કરી હતી અને ભવિષ્યમાં ગોપાલ ઇટાલીયા દ્વારકામાં આવશે અને દ્વારકાના સમસ્ત બ્રહ્મસમાજ સમક્ષ જાહેરમાં તેઓ માફી માંગશે તેવી ખાતરી આપી હતી.

આજે વ્હેલી સવારે આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી તથા પાર્ટીના અન્ય હોદેદારો દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતાં, ઇશુદાન ગઢવી સહિતના નેતાઓએ દ્વારકાધીશના દર્શન કયર્િ બાદ ઇશુદાન ગઢવીએ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો અને સમસ્ત 84 બ્રાહ્મણના આગેવાનો સાથે ચચર્ઓિ કરી હતી.

બ્રહ્મસમાજ દ્વારા ગોપાલ ઇટાલીયાએ જે કર્મકાંડી બ્રાહ્મણો તથા કથાકારો વિશે લાગણી દુભાય તેવી ટીપણી કરી હતી જેથી બ્રહ્મસમાજ દ્વારા તેનો વિરોધ ઉઠાવવામાં આવ્‌યો હતો અને તેના પગલે આજે પણ દ્વારકા આવવાના હોવાથી બ્રહ્મસમાજ દ્વારા ગોપાલ ઇટાલીયાનો વિરોધ કરવા એકત્રીત થયા હતાં, પરંતુ કોઇ કારણોસર ગોપાલ ઇટાલીયા દ્વારકા નહીં આવતાં બ્રહ્મસમાજ દ્વારા ઇશુદાન ગઢવી સાથે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી હતી.

ઇશુદાન ગઢવી બ્રહ્મસમાજ સમક્ષ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવેલી ટીપણીની તેઓએ માફી માંગી છે અને આપ તથા તમામ હોદેદારોએ પણ આ અંગે દિલગીરી વ્‌યકત કરી હતી. ગોપાલ ઇટાલીયા ભવિષ્યમાં દ્વારકા આવશે અને સમસ્ત બ્રહ્મસમાજની માફી માંગશે તેવી ખાતરી પણ ઇશુદાન ગઢવી દ્વારા દશર્વિવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS