બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરી પર કપડા ચોરવાનો લાગ્યો આરોપ

  • April 29, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ડિઝાઇનર ઇશિતા ગુપ્તાએ પ્રિયંકાને ઓબ્સેસ્ડ લેડી પણ ગણાવી
  • ડિઝાઇનરે માત્ર આરોપ જ લગાવ્યો નહીં એક્ટ્રેસ સામે  ફરિયાદ પણ નોંધાવી


બિગ બોસ 16માં એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરીએ જોરદાર ગેમ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ ફેન ફોલોઇંગના કારણે સ્ટેને બાજી મારી લીધી હતી. પ્રિયંકા બિગ બોસમાં પોતાની ગેમના કારણે ખૂબ જ ચર્ચામાં રહી છે. પ્રિયંકા ચૌધરીનું નામ તેના ફ્રેન્ડ અને બિગ બોસ 16ના કન્ટેસ્ટન્ટ અંકિત ગુપ્તા સાથે જોડવામાં આવી ચુક્યુ છે. હવે તેના પર ચોરીનો આરોપ લાગ્યો છે.


પ્રિયંકા ચૌધરીએ બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ લાઇમલાઇટ મેળવી. પરંતુ તેના પર આવેલી નવી મુસીબતના કારણે તે ફરી ચર્ચામાં અને વિવાદોમાં આવી ગઈ છે. પ્રિયંકા પર ડિઝાઇનર ઇશિતા ગુપ્તાએ ચોરીનો આરોપ લગાવ્યો છે. ડિઝાઇનરનું કહેવુ છે કે, પ્રિયંકા ચૌધરીએ તેના કપડાં ચોર્યા અને સ્ટાઇલની કોપી કરી છે. ડિઝાઇનર ઇશિતાએ માત્ર આરોપ જ નથી લગાવ્યો, પરંતુ એક્ટ્રેસ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે.


સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરી ડિઝાઇનર ઇશિતા ગુપ્તાએ એક્ટ્રેસ પર કપડાં ચોરવાનો આરોવ લગાવતા લાંબી ટ્વીટ કરી દીધી છે. એટલું જ નહીં, ઇશિતાએ પ્રિયંકાને ઓબ્સેસ્ડ લેડી પણ કહી છે.


એક પછી એક ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઇશિતા ગુપ્તાએ એક્ટ્રેસ પર આરોપો લગાવ્યા છે. ઇશિતાનું કહેવુ છે કે...

 પ્રિયંકા ચહર ચૌધરીની પીઆર ટીમ સાઇકોટિક છે. ડિઝાઇનરનો આરોપ છે કે, તેને હેરાન કરવામાં આવી. એટલું જ નહીં, તેના 30 હજાર પાઉન્ડ્સ ઇન્ડિયન કરન્સીમાં આશરે 31 લાખ કિંમતના કપડાં ચોરવામાં આવ્યા. ઇશિતા ગુપ્તાની પોસ્ટ્સનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


ડિઝાઇનરે ટ્વીટમાં લખ્યું છે...

એમ જ માંગી લેતે તો હું આપી દેતે ઓટોમેટિકલી, પૂછ્યા વિના કપડાં લેવા અને ચોરી ના કરવી જોઈએ. પરંતુ, દરેક વાત પર પીઆર કરવું ખોટી વાત છે. પોતે પીઆર બનાવવાનો પ્રયત્ન કરો. અત્યારસુધી એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરી અને તેની ટીમની તરફથી આ મામલા પર કોઈ જવાબ નથી આવ્યો. જોઈએ આ વાત પર પ્રિયંકા ચૌધરી શું જવાબ આપે છે.



વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચાહર ચૌધરીએ સલમાન ખાનના બિગ બોસ 16 શો બાદથી લઈને હજુ સુધી પોતાના આવનારા પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત નથી કરી. તે ખતરો કે ખિલાડી 13 નો હિસ્સો બનવાની હતી પરંતુ, હજુ સુધી તેની કોઈ પુષ્ટિ નથી થઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application