પોરબંદરમાં સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ ગુન્હામાં ઠોયાણાના ઇસમને સ્પેશ્યલ પોકસો કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે.
બનાવની વિગત એવી હતી કે તા.૯-૨-૨૦૨૨થી દોઢેક વર્ષ અગાઉ એક સગીરાના ફઇના દીકરાના લગ્ન હોવાથી તેના પરિવારજનો લગ્નપ્રસંગે હાજરી આપવા ગયા હતા અને આ સગીરા એકલી હતી ત્યારે ઠોયાણા ગામના ભરત પાંચા મોરીએ સગીરાની એકલતા અને ભોળપણનો લાભ લઇને ગાયો બાંધી હતી તે ખાડામાં લઇ ગયો હતો અને ત્યાં આલિંગન આપીને શરીરના અંગો ઉપર અડપલા કર્યા હતા અને સગીરાએ તેનો વિરોધ કરતા ભરતે ‘હવે તો તારી સગાઇ થઇ ગઇ છે, હવે આવું કરવામાં કોઇ વાંધો નહીં’ કહીને સગીરાએ ના પાડવા છતાં તેના મોઢે મુંગો દઇને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને ‘આ બાબતે કોઇને વાત કરીશ તો તારી સગાઇ તૂટી જશે’ કહીને એકલતાનો લાભ ઉઠાવી સગીરાની મરજી વિધ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને તેના કારણે એ સગીરાને ગર્ભ રહી ગયો હતો.
એ ગર્ભવતી છે તેવું જાણવા છતાં આરોપીએ વારંવાર તેની સાથે શરીરસંબંધ બાંધીને ગુન્હો કર્યો હતો તેથી પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં એ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ રાણાવાવ પોલીસ મથકમાં ભરત મોરી વિધ્ધ બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો.
આ કેસમાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવાએ ૪૮ જેટલા દસ્તાવેજી પુરાવા અને ૧૧ જેટલા સાહેદોને તપાસ્યા હતા તથા ધારદાર દલીલ કરી હતી. રજૂ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષોની દલીલ સાંભળીને સ્પેશ્યલ પોકસો કોર્ટે ભરત પાંચા મોરીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૩૦ હજાર પિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે તેમજ કાયદા મુજબ ભોગ બનનારને મળવાપાત્ર થતુ વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech