ભાવનગર શહેર વિસ્તારમાં વાજબી ભાવની દુકાન વિરાણી સર્કલ, કાળીયાબીડ ખાતે આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટેનું લાયસન્સ નં.૮૪/૨૦૦૪ થી ધરાવતા હોય. જે મામલે તા.૦૫/૦૩/૨૦૨ ૪૨૦૨૪ના રોજ મદદનીશ નિયાકમ, અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગર, મામલતદાર, ભાવનગર સીટી, મુખ્ય પુરવઠા નિરીક્ષક તથા નાયબ મામલતદાર (પુરવઠા), ભાવનગરએ સંયુક્ત રહી સદર વાજબી ભાવની દુકાનની તપાસ કરતા ડેલ કંપનીના ડેકસ્કટોપ કોમ્પ્યુટરમાં ૨૦ ફિંગર પ્રિન્ટની ઈમેજ અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ તથા દુકાનમાં ૨બ્બરની ફિંગર પ્રિન્ટ નંગ-૧૨ અનઅધિકૃત રીતે સંગ્રહ કરી સદર ફિંગર પ્રિન્ટ ઈમેજનો ઉપયોગ કરી સરકારી અનાજ સગે વગે કરી ગેરરીતીઓ આચરીને ગુન્હો કરાયાનું સામે આવ્યું હતું. જે બાબતે નીલમબાગ પોલીસમાં વી.ડી. ત્રિવેદી (ઝોનલ ઓફિસર, ઝોનલ કચેરી-૩, તાલુકા મામલતદાર)એ એક લેખીત ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર જિલ્લા પુરવઠા કચેરી, તાલુકા મામલતદાર, ભાવનગર કચેરી બિલ્ડીંગમાં ઝોનલ ઓફિસ ૨-૩ અને સરકાર તરફે ફરીયાદ નોંધાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી, ભાવ નગરના પત્ર નં.પરવ/વહટ/ફરીયાદ/૦૫૦૩/૨૦૨૪, તા.૦૫/૦૩/૨૦૨૪૨૦૨૪થી અધિકૃત કરેલ છે. અને જેમાં ફરીયાદ હકિકત મુજબ ભાવનગર શહેર વિસ્તારમાં વાજબી ભાવના દુકાનદાર હિતકરણસિંહ રતુભા ગોહિલ (વિરાણી સર્કલ,કાળીયાબીડ) આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટેનું લાયસન્સ નં.૮૪/૨૦૦૪ ધરાવે છે. તા.૦ ૫/૦૩/૨૦૨૪૨૦૨૪ના રોજ મદદનીશ નિયાકમ, અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગર, મામલતદાર, ભાવનગર સીટી, મુખ્ય પુરવઠા નિરીક્ષક તથા નાયબ મામલતદાર (પુરવઠા), ભાવનગરએ સંયુક્ત રહી વાજબી ભાવની દુકાન ની તપાસ કરતા વાજબી ભાવની દુકાનમાં વપરાતા ડેલ કંપનીના ડેકસ્કટોપ કોમ્પ્યુટરમાં ૨૦ ફિંગર પ્રિન્ટની ઈમેજ અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલ હતા. તથા દુકાનમાં રબ્બરની ફિંગર પ્રિન્ટ નંગ-૧૨ અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલા હતા. થતા દુકાનમાં પી.ડી.એસ. કંત્રોલ ઓર્ડર-૨૦૦૧ ના બોર્ડમાં સ્ટોક, ભાવ, પ્રમાણ વગેરે વિગતો દર્શાવેલ નથી. દુકાનમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનું બોર્ડ પ્રદર્શિત કરવામાં આવેલ નથી. દુકાનમાં રહેલા હાજર જથ્થાની ઓનલાઈન ફિઝીકલ સ્ટોક સાથે ખરાઈ કરતા ઘઉંમાં ૪ કિ.ગ્રા. વધના, ચોખામાં ૭ ૮ કિ.ગ્રા. વધના, બાજરીમાં ૫૮.૯૦૦ કિ.ગ્રા. વધના, મીઠામાં ૮૭ કિ.ગ્રા. ઘટ, ખાંડમાં ૫.૨૨૦ કિ.ગ્રા. વધના,l તથા ચણામાં ૧૫.૫૪૦ કિ.ગ્રા. ઘટ જોવા મળતા કુલ રૂા.૪.૨૩૧ ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. તેમજ વધુમાં, દુકાનમાં ઉપયોગ કરવામાં આવતા કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ કિંગર પ્રિન્ટની ઈમેજ અને કબાટમાંથી મળી આવેલ રબ્બરની ફિંગર પ્રિન્ટ નંગ-૧૨ શંકાસ્પદ જણાઈ આવતા (૧) ડેલ કંપનીના ડેકટ્રોપ કોમ્પ્યુટર-અંદાજીત કિંમત રૂ.૫ ,૦૦૦/-, (૨) સી.પી.યુ. (એસેમ્બલ)-અંદાજીત કિંમત રૂગ.૭,૦૦૦/-. (૩) મંત્રા થમ્બ ડિવાઈઝ-અંદાજીત કિંમત રૂ.૨, ૦૦૦/- તથા રબ્બરની ફિંગર પ્રિન્ટ નંગ-૧૨-કિંમત રૂગ.૦/- એમ કુલ મળી રૂગ.૧૪,૦૦૦/-ની વસ્તુઓ સીઝ કરવામાં આવેલ છે.
જે અંગે ક્ષતિઓ/ગેરરીતિઓ આચરીને પરવાનેદારએ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ (વાજબી ભાવની દુકાનોને લાયસન્સ આપવા બાબત) હુકમ-૨૦૦૪૨૦૦૪ની કંડિકા-૧૪(૨), ૧૪(૩)(૮) તથા તે હેઠળ આપવામાં આવેલ પરવાનાની શરત નં.૫, ૧૧ તથા અધિકારપત્રની શરત નં.૫ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ તથા તે અન્વયે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક:-વભદ/૧૦૨૦૧૭/૭૫/ક, તા.૨૮/૦૩/૨૦૧૭૨૦૧૭ની સુચનાઓ, કલમો/કંડિકાઓનો ભંગ કરેલ હોય. તપાસણી અધિકારી પૈકી મામલતદાર, ભાવનગર શહેર દ્વારા આ ગેરરીતીમાં ઉપયોગમાં લેવાયેલ ડેસ્કટોપ, સી.પી.યુ., થમ્બ ડીવાઈસ તથા રબ્બરની ફિંગર પ્રિન્ટ નંગ-૧૨ સાથે રેશનકાર્ડ નંબરોનું લીસ્ટને સીલ કરી તેમના કબ્જેમાં આવ્યું હતું. ઉક્ત વિગતો જોતા સંચાલક દ્વારા બિનઅધિકૃત રીતે ફિંગર પ્રિન્ટ ઈમેજ સંગ્રહ કરેલ છે. જે આઈ.ટી. એક્ટ-૨૦૦૮ તથા આધાર એક્ટ-૨૦૧૬૨૦૧૬ની કલમ-૩૮, ૩૯ અને ૪૨ હેઠળ ગુનો બને છે તથા સંચાલક દ્વારા સુંદર ફિંગર પ્રિન્ટ ઈમેજનો ઉપયોગ કરી સરકારી અનાજ સગેવગે કરેલ હોવાની સંભાવના છે. તે ઉપરાંત સંચાલકથી દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધારો-૧૯૫૫૧૯૫૫ની કલમ-૩ અને ૭૭નો ભંગ કરેલ હોય, ગંભીર ગેરરીતીઓ સબબ તેઓની સામે નિયમોનુસાર પોલીસ ફરીયાદ નીલમબાગ પોલીસમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેરમાં સસ્તા અનાજનો જથ્થો બારબારો વહેંચી દેવાનો મોટો કારોબાર ભાવનગરમાં ચાલે છે. જે કારોબારથી પુરવઠા વિભાગ અજાણ હોય તેવી લોકોમાં ચર્ચા જાગી હતી. શહેરના કુંભારવાડા, ચિત્રા, હાદાનગર, કરચલિયા પરા, આનંદનગર સહિતના અનેક વિસ્તારોમાંથી વાહનો અનાજનો જથ્થો ભરી અને ચિત્રા જીઆઇડીસીમાં લઈને જતા હોવાની અનેક ફરિયાદ ઉઠે છે. ત્યારે પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ને હોય કેટલાક રેશનશોપ ધારકો કૌભાંડ આચારી રહ્યાની ફરિયાદો વચ્ચે ફિંગર પ્રિન્ટના નામે ગરીબ લોકોને મળતું અનાજ રેશન શોપ ધારકો અને અનાજ ખરીદતા લોકો વેપારીઓને વેચી અને રોકડી કરે છે. ત્યારે કેમ કોઈ તપાસ કે ચેકીંગ કરવામાં આવતું નથી. માત્ર એક દુકાને તપાસ કરી કાર્યવાહી નામ પૂરતી કરવામાં આવતી હોવાનો લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. જો પુરવઠા વિભાગ દ્વારા નક્કર કામગીરી કરે તો ડમીકાંડ, પેપર કાંડ, તોડ કાંડ જીએસટી કાંડ બાદ ભાવનગર અનાજ કાંડ મામલે પણ મોખરે સ્થાન ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech