સોનાની બ્રા અને પેન્ટી પહેરે છે ઇરાકી મહિલા સાંસદ અબ્બાસી
સોનાની બ્રા અને પેન્ટી પહેરે છે ઇરાકી મહિલા સાંસદ અબ્બાસી
July 04, 2026 10:01 AM
ઇરાકમાં ભ્રષ્ટાચાર વિરોધી ટીમોએ તાજેતરમાં સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી શરુ કરી છે. આ કાર્યવાહીમાં કરોડોની રોકડ અને સોનું મળી આવ્યું છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાકી કાયદા અમલીકરણ એજન્સીઓએ ઇરાકી રાજકારણી હિંદ અલ-અબ્બાસીના ઘરેથી દરોડા દરમિયાન 57 મિલિયન યુએસ ડોલર રોકડ અને 27 કિલો સોનું જપ્ત કર્યું છે. અનેક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મહિલા સાંસદ અલ-અબ્બાસીના ઘરેથી સોનાની બનેલી બ્રા અને પેન્ટી મળી આવી છે.આથી એવા તર્ક વહેતા થયા છે કે મહિલા સાંસદ સોનાના આંતર વસ્ત્રો પહેરતી હશે.સોશિયલ મીડિયા પર હિંદ અલ-અબ્બાસીના ફોટા સાથે સોનાની બ્રા અને પેન્ટીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ તસવીર સાથે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે,જો કે ઇરાકી અધિકારીઓએ તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.