ઈરાની ગાયિકા પરસ્તુ અહમદીને ઓનલાઈન કોન્સર્ટ કરવા બદલ ૭૪ કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે ઈરાનમાં ફરી એકવાર કલાકારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાયિકા પરસ્તુ અહમદી અને તેના આઠ સહયોગીઓને ૭૪–૭૪ કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. ઈરાનના કોમ પ્રાંતની એક અદાલતે તેમને અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. વધુમાં, ગાયિકા પરસ્તુને આગામી બે વર્ષ માટે દેશ છોડવા અને કોઈપણ કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.પરસ્તુ અહમદીએ ડિસેમ્બર ૨૦૨૪ માં યુટુબ પર લાઈવ કોન્સર્ટ રજૂ કર્યેા હતો. આ પ્રદર્શનમાં, તેણીએ ઈરાની દેશભકિત ગીત અઝ ખૂને જવાને વતન ગાયું હતું.
ઈરાનમાં પરિસ્થિતિ બદલાઈ ન હોવાનો માનવાધિકાર કાર્યકરોનો દાવો
એક અહેવાલ મુજબ, માનવાધિકાર કાર્યકરો કહે છે કે પરસ્તુ અહમદીને આપવામાં આવેલી સજા એ વાતનો પુરાવો છે કે ઈરાનમાં પરિસ્થિતિ બદલાઈ નથી. ઈરાનમાં માનવાધિકાર કેન્દ્રના ડિરેકટર બહાર ગાંધારીએ કહ્યું, અહમદીને ૭૪ કોરડા મારવાની સજા એ યાદ અપાવે છે કે ઈરાનમાં માનવાધિકારની સ્થિતિમાં બિલકુલ ફેરફાર થયો નથી. ભલે ઈરાની સરકાર યુદ્ધ દરમિયાન પોતાની છબી સુધારવા માટે પ્રચારનો ઉપયોગ કરી રહી હોય.તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્રારા બતાવવામાં આવતી જાહેરાતો અને કલાકારો સામે દાખલ કરવામાં આવતા મુકદ્દમા વચ્ચેનો તફાવત સરકારના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે.આ અંગે પ્રતિક્રિયા આપતા, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસર ફાતેમા શમ્સે લખ્યું, જો તમે આ ઘોર હિંસાને માનવતા વિદ્ધ ગુનો ન કહો, જો તમે મહિલાઓ વિદ્ધ આ ખુલ્લા યુદ્ધ વચ્ચે શાંતિની વાત કરો છો, પરંતુ પીડિતોના અવાજો સાંભળતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application