ઈરાનના ટોચના કમાન્ડર ઇસ્માઇલ કાની લેબનોનમાંથી લાપતા થયા

  • October 07, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાનના ચુનંદા કુદ્સ ફોર્સના ટોચના કમાન્ડર ઈસ્માઈલ કાની લાપતા બન્યા છે. ઈરાનના અધિકારીઓને તેમના ટોચના જનરલ વિશે કોઈ માહિતી નથી. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હસન નસરાલ્લાહના મૃત્યુ પછી કાની બેરૂત ગયો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી તેનું ઠેકાણું જાણી શકાયું નથી.આથી ઈઝરાયેલે જ તેની હત્યા કયર્નિી શંકા સેવાઈ રહી છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ચુનંદા લશ્કરી પાંખ કુદ્સ ફોર્સના ટોચના કમાન્ડ બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાની ઈઝરાયેલના હુમલામાં સંભવત: માયર્િ ગયા હોવાના અહેવાલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાની મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાની સત્તાવાળાઓ પાસે ઈસ્માઈલ કાની વિશે કોઈ માહિતી નથી. અગાઉ શનિવારે એક અહેવાલ સામે આવ્યો હતો કે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના સંભવિત ઉત્તરાધિકારી સફીદ્દીન પર હુમલામાં એક ઈરાની કમાન્ડર પણ ઘાયલ થયા છે.


કાનીનો સંપર્ક થઈ શકતો નથી
એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે થયેલા હુમલા દરમિયાન કાની બેરૂતના દક્ષિણી ઉપ્નગર દહિયાહમાં હતો. આ હુમલામાં હિઝબુલ્લાહના સંભવિત નેતા હાશેમ સફીઉદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, અધિકારીએ કહ્યું કે તેઓ સફીદીનને મળ્યા નથી. ઈરાન અને હિઝબુલ્લાહ ત્યારથી કાનીનો સંપર્ક કરી શક્યા નથીઅન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે નસરાલ્લાહની હત્યા બાદ કાની લેબનોન ગયો હતો અને ઈરાની અધિકારીઓ સફીદ્દીન સામેના હુમલા બાદ તેમનો સંપર્ક કરી શક્યા ન હતા. આ હુમલામાં સફીદીન માર્યો ગયો હોવાની આશંકા હતી. હિઝબુલ્લાએ હજુ સુધી સફીદ્દીન પર કોઈ ટિપ્પણી કરી નથી.


કાની છેલ્લે બેરૂતમાં હતો
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ત્રણ ઈરાની સૂત્રોએ જણાવ્યું હતું કે લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓ વચ્ચે હિઝબુલ્લાહ અધિકારીઓ સાથે મુલાકાત કરવા કાની બેરૂત ગયો હતો. આઈઆરજીસીના એક સભ્યએ કહ્યું કે ઈરાની અધિકારીઓનું મૌન ભયાનક છે. બે ઈરાની સુરક્ષા અધિકારીઓએ રવિવારના રોજ રોઈટર્સને પુષ્ટિ આપી હતી કે ગયા સપ્તાહથી કાનીના ઠેકાણા અંગે કોઈ માહિતી નથી.

કુદ્સ ફોર્સ ચીફ ગુમ
ઈરાની અધિકારીઓ પાસે કુડ્સ ફોર્સના વડા સાથે શું થઈ રહ્યું છે તે અંગે હજુ સુધી કોઈ જવાબ નથી. કુડ્સ ફોર્સ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની લશ્કરી શાખા છે જે વિદેશમાં મિશન કરે છે. તેનું મુખ્ય કાર્ય મધ્ય પૂર્વમાં ઈરાનના પ્રોક્સી જૂથોને મદદ કરવાનું છે. કાનીને કાસિમ સુલેમાનીના સ્થાને કુદ્સ ફોર્સની કમાન્ડ મળી હતી, જે 2020 માં યુએસ દ્વારા ડ્રોન હુમલામાં માયર્િ ગયા હતા.ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માયર્િ ગયાના બે દિવસ પછી ઇસ્માઇલ કાની તેહરાનમાં હિઝબુલ્લાહની ઓફિસમાં જોવા મળ્યો હતો. જો કે, તે ગયા શુક્રવારે આયતુલ્લાહ ખામેનીના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાહ નેતાની સ્મારક સેવામાં હાજર ન હતા. ખામેનીએ 5 વર્ષ બાદ આ સભામાં જાહેર ભાષણ આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application