BREAKING NEWS

સીઝફાયરની વાટાઘાટો સ્થગિત કરવા ઈરાનની ધમકી

  • April 10, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને મીડિયા રિપોટર્સને ખોટા ગણાવ્યા છે કે ઈરાની વાટાઘાટકારો ઈસ્લામાબાદ પહોંચ્યા છે. ઈરાનની સરકારી ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ઈરાની વાટાઘાટ ટીમ ઈસ્લામાબાદમાં પ્રવેશી રહી હોવાના અહેવાલો ખોટા છે. ફાર્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે કેટલાક મીડિયા આઉટલેટસ દ્રારા કરવામાં આવેલા દાવાઓ કે ઈરાની વાટાઘાટ કરનાર પ્રતિનિધિમંડળ અમેરિકન અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યું છે તે સંપૂર્ણપણે ખોટા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, યાં સુધી અમેરિકા લેબનોનમાં યુદ્ધવિરામ અંગેની તેની પ્રતિબદ્ધતાઓનું સન્માન નહીં કરે અને ઇઝરાયલી શાસન તેના હત્પમલા બધં ન કરે ત્યાં સુધી વાટાઘાટો સ્થગિત રહેશે.
આનો અર્થ એ છે કે પાકિસ્તાનમાં યોજાનારી મધ્યસ્થી બેઠક અંગે સસ્પેન્સ રહે છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, યારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ યુદ્ધવિરામનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી તેમને જેલની સજા થઈ શકે છે. તેમણે રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી કે તેઓ ઝિઓનિસ્ટ શાસનને પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકાવવા માટે ચાલી રહેલા રાજદ્રારી પ્રયાસોને જોખમમાં નાખવાની મંજૂરી આપીને અમેરિકન
અર્થતંત્રનો નાશ ન કરે.અરઘચીએ કહ્યું, નેતન્યાહત્પનો ફોજદારી કેસ થોડા દિવસોમાં ફરી શ થવાનો છે, અને ઉમેયુ કે યુદ્ધવિરામ તેમની જેલની સજાને ઝડપી બનાવશે. બુધવારથી, યારે ઈરાન અને અમેરિકાએ ૪૦ દિવસના યુદ્ધમાં લેબનોનને સામેલ કરીને ૧૫ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યારે ઝાયોનિસ્ટ શાસને આરબ દેશના વિવિધ વિસ્તારોને નિશાન બનાવ્યા છે, જેમાં ૨૫૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૧,૧૦૦ થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાને યુદ્ધવિરામ વાટાઘાટોમાં લેબનોનની સંડોવણીનો દાવો કર્યેા હતો, યારે અમેરિકા અને ઇઝરાયલ બંનેએ આ વાતનો ઇનકાર કર્યેા હતો. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે પણ જણાવ્યું હતું કે ઈરાને લેબનોનની સ્થિતિને ખોટી રીતે સમજી હતી, તેહરાને સ્પષ્ટ્ર કરી દીધું છે કે યાં સુધી લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ ન થાય ત્યાં સુધી તે વોશિંગ્ટન સાથે કોઈ વાટાઘાટો કરશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News