ઈરાને ૨૪ કલાકમાં અમેરિકાના ત્રણ ફાઈટર જેટ તોડી પાડાં
મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના અમેરિકા–ઈઝરાયલ યુદ્ધ વચ્ચે રોજ નવા ઘટનાક્રમ બની રહ્યા છે. ગઈકાલે લડાઈ દરમિયાન ઈરાને એક એફ–૩૫ અને એક એફ–૧૫ ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યેા હતો. અમેરિકાએ ઈરાનથી એફ–૩૫ પાઈલટને સફળતાપૂર્વક બચાવી લીધો છે. દરમિયાન, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના પાકિસ્તાનના નેતૃત્વ હેઠળના પ્રયાસો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચેની વાટાઘાટો હાલ માટે અટકી ગઈ છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક વધુ એક અમેરિકન વિમાન એ–૧૦ થંડરબોલ્ટને તોડી પાડુ,ં ૨૪ કલાકમાં આ ત્રીજો બનાવ છે જેમાં ઈરાને અત્યાધુનિક યુએસ એરફોર્સના વિમાનને નિશાન બનાવ્યું હોય, આ પહેલા, ઈરાને એફ–૧૫ અને એફ–૩૫ ફાઇટર જેટને તોડી પડા હતા.
ઈરાન દ્રારા એફ–૧૫ વિમાન તોડી પાડવામાં આવ્યા પછી, શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરાયેલ એક સિંગલ–પાયલટ વિમાન પર પણ ઈરાની હત્પમલો થયો. અધિકારીએ જણાવ્યું કે આ સિંગલ–પાયલટ વિમાન એ–૧૦ થંડરબોલ્ટ હતું, જેને સામાન્ય રીતે વોર્થેાગ તરીકે ઓળખવામાં આવે છે.અધિકારીએ અહેવાલ આપ્યો કે એ–૧૦ સફળતાપૂર્વક કુવૈતી હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યું, યાં પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો, અને ત્યારબાદ વિમાન ક્રેશ થયું. અધિકારીના જણાવ્યા મુજબ, પાયલોટ સુરક્ષિત છે, અને એ–૧૦ કુવૈતમાં તૂટી પડું.ઈરાની સૈન્યએ જાહેરાત કરી કે તેના હવાઈ સંરક્ષણ દળોએ ઓછામાં ઓછા બે ફાઈટર જેટ અને પાંચ ડ્રોન અને મિસાઈલ તોડી પાડા છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાડર્સ કોપ્ર્સએ ઘણા ઈરાની પ્રાંતોમાં શ્રેણીબદ્ધ સફળ અવરોધોની જાણ કરી.
ઈરાને ઔપચારિક રીતે ૪૮ કલાકના યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢો છે. અલ જઝીરાએ અર્ધ–સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રાજદ્રારી પ્રસ્તાવ મધ્યસ્થી કરનાર દેશ દ્રારા મોકલવામાં આવ્યો હતો. જોકે, સમાચાર એજન્સીએ ચોક્કસ દેશનું નામ આપ્યું નથી. આ રાજદ્રારી પ્રયાસોની નિષ્ફળતા સાથે, લશ્કરી હત્પમલાઓ પણ તેજ થયા છે.
યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની આગેવાની હેઠળની યુદ્ધવિરામ વાટાઘાટો એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને સમા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવી હતી. જો કે, આ વાટાઘાટો અટકી ગઈ છે કારણ કે ઈરાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યેા છે અને યુએસની માંગણીઓને પણ સ્પષ્ટ્રપણે નકારી કાઢી છે. વધુમાં, તુર્કી અને ઇજિ દોહા અથવા ઇસ્તંબુલ જેવા નવા સ્થળોએ વાટાઘાટો કરવાની શકયતા ચકાસી રહ્યા છે અને વાતચીત ફરી શ કરવા માટે નવા પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે.
પાકિસ્તાની અખબાર ટિ્રબ્યુને અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે યુએસ ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સ ઇસ્લામાબાદમાં ઈરાની નેતાઓ સાથે વાટાઘાટો કરવા માટે બે વાર તૈયાર હતા, પરંતુ ઈરાની નેતાઓએ પહેલા છેલ્લી ઘડીએ આંતરિક ચર્ચાઓનો ઉલ્લેખ કરીને સમય માંગ્યો અને પછી વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યેા.ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ યુદ્ધ દરમિયાન એક યુએસ એફ–૩૫ અને એક એફ–૧૫ ફાઇટર જેટને તોડી પાડુ.ં ઈરાનની સમાચાર એજન્સીએ યુએસ ફાઇટર જેટને તોડી પાડવાનો એક વીડિયો શેર કર્યેા. વધુમાં, ઈરાની સમાચાર એજન્સીએ ઇરાકી હવાઈ ક્ષેત્રમાં એક યુએસ બ્લેક હોક હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યેા. ઈરાને અમેરિકન ફાઇટર જેટને તોડી પાડા તે પહેલાં, પાઇલટ બહાર નીકળી ગયા હતા, પરંતુ તેઓ ઈરાની ક્ષેત્રમાં ઉતર્યા હતા. ત્યારબાદ ઈરાને અમેરિકન પાઈલટોને પકડનાર અથવા મારી નાખનાર કોઈપણ વ્યકિતને ઈનામની જાહેરાત કરી. દરમિયાન, અમેરિકાએ બચાવ કામગીરી શ કરી અને ઈરાનમાંથી તેના એક પાઈલટને સફળતાપૂર્વક બચાવ્યો. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઉત્તરી ગાઝા પટ્ટીમાં તેના દળોની નજીક કાર્યરત હમાસ આતંકવાદી સંગઠનના એક સશક્ર જૂથની ઓળખ કરી, જે દળો માટે ખતરો ઉભો કરે છે. ઓળખ પછી તરત જ, આઈડીએફએ આતંકવાદી જૂથ પર ચોક્કસ હત્પમલો શ કર્યેા, જેનો હેતુ ખતરાને દૂર કરવાનો હતો, અને પુષ્ટ્રિ કરી કે હત્પમલો લય પર થયો હતો.