ઇરાને બંધક બનાવેલા તમામ 16 ભારતીયને મુક્ત કરી દીધા

  • May 04, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાને થોડા સમય પહેલા બંધક બનાવેલા કાર્ગો જહાજ માં ફસાયેલા ક્રૂ મેમ્બર્સને મુક્ત કયર્િ છે. આ જહાજના 25 સભ્યોમાંથી 17 ભારતીય હતા.ઈરાનથી એક મોટી અપડેટ સામે આવી છે. ઈરાને કહ્યું કે તેણે પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ એમએસસી એરીઝના ક્રૂ મેમ્બર્સને મુક્ત કયર્િ છે. આ જહાજના 25 સભ્યોમાંથી 17 ભારતીય હતા. ઈરાનના વિદેશ પ્રધાન અમીર અબ્દુલૈયાને તેમના એસ્ટોનિયન સમકક્ષ માર્ગુસ સાહકના સાથે ફોન પર વાતચીત દરમિયાન જહાજના ક્રૂને મુક્ત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઈરાનના એક નિવેદન અનુસાર ઈરાની દળોએ ટેન્કરને જપ્ત કાર્યના દિવસો પછી 13 એપ્રિલના રોજ, ઈઝરાયલ જનારા કાર્ગો જહાજના 17 ભારતીય ક્રૂ સભ્યોમાંની એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને મુક્ત કરવામાં આવી હતી.


ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું,’ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના જળસીમામાં જપ્ત કરાયેલા પોર્ટુગીઝ જહાજ અને તેના એસ્ટોનિયન ક્રૂને છોડવા અંગે એસ્ટોનિયન પક્ષની વિનંતીના જવાબમાં અમીર અબ્દોલ્લાયને કહ્યું કે, જહાજ જેઈરાનના પ્રાદેશિક જળસીમામાં હતું તે તેમના રડારમાંથી ગાયબ થઈ ગયું હતું અને તેને ન્યાયિક નિયમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યુ હતું.


નોંધનિય છે કે, 13 એપ્રિલના રોજ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સના વિશેષ નૌસેના દળોએ ઈઝરાયેલ સાથેના કથિત સંબંધોને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે એમએસસી એરીઝ નામના જહાજને જપ્ત કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇઝરાયલના કાર્ગો જહાજના ક્રૂ સભ્યોમાં 17 ભારતીય નાગરિકો હતા જેમને ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. એમએસસી એરીઝ 15 એપ્રિલની રાત્રે ભારત પહોંચવાની અપેક્ષા હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News