ઈરાને તેની જમીન અને પર્વતોની અંદર એક ગુ અંડરગ્રાઉન્ડ શહેર બનાવ્યું છે. આ શહેરોમાં માણસો નહીં પરંતુ મિસાઈલો રાખવામાં આવી છે. સાથે ફાઈટર જેટ, બોમ્બર અને ડ્રોન. આ અંગેની માહિતી સૈન્યમાં ફકત પસંદગીના લોકો પાસે જ આ માહિતી છે. એક સામાન્ય સૈનિક કે અધિકારીને પણ ખબર નથી હોતી કે તેમનું સ્થાન કયાં છે. જો શહેર અંગે જાણ પણ હોય તો પણ લોકેશન ખબર નહીં પડે. હમાસ ચીફ હનીયેના મોત બાદ ઈરાને પાકિસ્તાન પાસે શાહીન–૩ બેલેસ્ટિક મિસાઈલની માંગ કરી હતી. જેથી તેમની મિસાઈલ શકિત વધુ વધે. પરંતુ હજુ સુધી આ મિસાઈલ ડીલ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ થઈ નથી.
ઈરાન પોતાના પરમાણુ કેન્દ્રોની સુરક્ષા માટે આ મિસાઈલ શહેરોનો ઉપયોગ કરવા માંગે છે. આ કેન્દ્રો નાનતાજ અને ફોર્ડેામાં છે. નાનતાજ અને ફોર્ડેા બંને પર્વતોની વચ્ચે બાંધવામાં આવ્યા છે. અહીં અંડરગ્રાઉન્ડ સુરગં પણ છે. અન્ડરગ્રાઉન્ડ ટનલ છે. તેઓ પત્થરો અને પ્રબલિત કોંક્રિટથી બનેલા છે. આ સુરંગમાં મધ્યમ રેન્જની મિસાઈલો સુરક્ષિત રાખવામાં આવી છે. આ સુરગં સપાટીથી ૫૦૦ મીટર એટલે કે અડધા કિલોમીટરની ઐંડાઈએ છે. આ ઐંડાઈ ઈરાનના હથિયારો, મિસાઈલ, ફાઈટર જેટ અને બોમ્બર્સને કોઈપણ પ્રકારના હત્પમલાથી બચાવી શકે છે. આ ગુ એરબેઝ કોઈપણ પ્રકારના પરમાણુ હત્પમલાથી પ્રભાવિત થશે નહીં.
તેને ઈરાનમાં મિસાઈલ સિટી પણ કહેવામાં આવે છે. આ પૈકી, ઈરાન તેના એફ–૪ ફાઈટર જેટ અને મધ્યમ રેન્જની ઈમાદ બેલેસ્ટિક મિસાઈલો રાખે છે. આ બંકરો ૨૦૧૫માં પૂર્ણ થયા હતા. ત્યારપછી ઈસ્લામિક ક્રાંતિના રક્ષકોની આર્મીના એરોસ્પેસ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહે કહ્યું હતું કે, ઈરાન કોઈપણ દેશ સાથે યુદ્ધ ઈચ્છતું નથી. જો કોઈ હત્પમલો કરશે, તો આ સુરગં વાળામુખીની જેમ આગ ફેલાવશે.
બ્રિગેડિયર જનરલ અમીરે કહ્યું કે, અમારી મિસાઈલ અને અંડરગ્રાઉન્ડ બેઝ ઈરાનના દરેક પ્રાંતમાં છે. આ સુરંગોની અંદર ટનલનું મોટું નેટવર્ક છે. જે સ્થળ ચલાવતા લોકો જ જાણે છે. તેથી, કોઈપણ બહારના વ્યકિત માટે અંદર જઈને કોઈપણ પ્રકારનો હત્પમલો કે જાસૂસી કરવી સરળ રહેશે નહીં.
અહીંથી ઈરાન કોઈ પણ દેશ પર એક સાથે ઝડપી મિસાઈલ કે હવાઈ હત્પમલો કરી શકે છે. ઈરાન પાસે લોરેસ્તાનમાં સૌથી વધુ અંડરગ્રાઉન્ડ મિસાઈલ અને ફાઈટર જેટ બેઝ છે. આ સિવાય કર્માનશાહમાં બે અંડરગ્રાઉન્ડ બેઝ છે. આ સિવાય આજ સુધી અન્ય કોઈ ભૂગર્ભ બંકરનો ખુલાસો થયો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ બંકરો બહારથી દેખાતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech