પોરબંદર નગરપાલિકામાં 65 લાખના ખર્ચે બે નવા જેસીબી સામેલ

  • May 29, 2021 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર નગરપાલિકાને 65 લાખના ખર્ચે બે નવા જેસીબી મશીન મળ્યા છે અને આજે તેની ચાવી પ્રમુખ સરજુભાઇ કારીયાને અર્પણ કરવામાં આવી હતી. 
નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 6પ લાખના ખર્ચે બે નવા જેસીબી મળ્યા છે જે શહેરની સ્વચ્છતા સહિત નગરપાલિકા હસ્તકની કામગીરીના ઉપયોગમાં લેવાશે. જેસીબીને પાલિકાના સ્ટોર વિભાગ આર એન્ડ બી ના ડેલામાં પીજીવીસીએલ કચેરી પાસે અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રમુખ સરજુભાઇ કારીયા, ચીફ ઓફીસર હેંમત પટેલ, સેનીટેશન કમીટી ચેરમેન કૃપાબેન હિતેશ કારીયા, હેલ્થ ઓફીસર ઢાંકીભાઇ, હિતેશભાઇ કારીયા ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS