વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકો સિવાય અન્યોને પણ જોડોઃ રજૂઆત
વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકો સિવાય અન્યોને પણ જોડોઃ રજૂઆત
May 08, 2026 09:08 PM
રાજકોટ જિલ્લ માં ટૂંક સમયમાં વસ્તી ગણતરી તેમજ પ્રશાસનિક કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષકોને અનેક પ્રકારની વ્યવહારિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેમજ શિક્ષણ જેવા અત્યંત જવાબદારીપૂર્ણ કાર્ય સાથે વધારાની ફરજો નિભાવતા શિક્ષકો પર વધતું દબાણ તેમજ શિક્ષણ કાર્યને અસર ન વાય તે હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લ । રાજકોટ વતી કલેકટર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગીના કર્મચારીઓની પણ સમાન રીતે ફરજ ફાળવવામાં આવે. શરૂઆતથી જ ૮૦ ટકાવી ૯૦ ટકા જેટલા ટાર્ગેટ ફરજિયાત રાખવાથી શિક્ષકો પર અનાવશ્યક માનસિક દબાણ ઊભું વાય છે. તેથી ટાર્ગેટ બાબતે યોગ્ય લવચીકતા રાખવામાં આવે. બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો જો મુક્તિ માંગે તો એમને સંવેદનશીલતાથી મુક્તિ આપવામાં આવે ૫૦ વર્ષવી મોટી ઉંમરના તેમજ સગર્ભા મહિલાઓને મુકિત આપવામાં આવે. રોજની કામગીરી માટે વાસ્તવિક અને શક્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે જેવી ગુણવત્તાપૂર્વક કાર્ય થઈ શકે. એપ્લિકેશન/સોફ્ટવેર સંબંધિત તકનીકી મુશ્કેલીઓ ટાળવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે અને સમસ્યા ઊભીવાય તો તાત્કાલિક માર્ગદર્શન તથા ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે. સુપરવાઈઝરને ૫ અવવા એમની નોકરીમાં સ્થળની નજીક બનતા જૂવમાં જ ગણતરીદારો સોંપવામાં આવે જેથી કાર્યમાં સરળતા રહે. તાલુકા અને જિલ્લ 1 કક્ષાએ મજબૂત સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેવી શિક્ષકોને અનાવશ્યક દોડધામથી મુક્તિ મળે તેમજ શિક્ષકો અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક અને સંવેદનશીલ સંવાદ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. હેડકવાર્ટર બાબતે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે. ઉનાળુ વેકેશન દરમિયાન જો કામગીરી સોંપવામાં આવે તો કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારી નેહેડકવાર્ટર ન છોડવા બાબતે સ્પષ્ટ અને તાત્કાલિક આદેશો પ્રસિદ્ધ કરવામાં આવે. ઉપરોક્ત તમામ મુદ્દાઓ શિક્ષકોના માનસિક સંતુલન કાર્યક્ષમતા તેમજ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે અત્યંત જરૂરી છે. તેથી આપશ્રી આ રજૂ આત પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય અને વ્યાવહારિક નિર્ણય લેશો તેવી હાર્દિક અપેક્ષા છે.