ગુજરાતના રોકાણકારોએ બે માસમાં ૪.૩ લાખ કરોડનું ટ્રેડિંગ કરી બનાવ્યો રેકોર્ડ

  • April 12, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના ઇન્ડિવિયુઅલ ઈન્વેસ્ટર્સના બિઝનેસએ ભારતીય ઈકિવટી બજારોના કુલ ટર્નઓવરમાં નવી ઐંચાઈ મેળવી છે. એનએસઇના ડેટા અનુસાર, ગુજરાતના વ્યકિતગત રોકાણકારોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શેરબજારોમાં સંયુકત રીતે . ૪.૩૭ લાખ કરોડનું ટ્રેડિંગ કયુ હતું,– જે રાયમાંથી મૂલ્યની દ્રષ્ટ્રિએ અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રેડિંગ ટર્નઓવર છે. ઇન્ડિવિયુઅલ ઈન્વેસ્ટર્સની સીરીઝમાં વ્યકિતગત સ્થાનિક રોકાણકારો, એનઆરઆઈ, વ્યકિતગત ફર્મસ અને હિન્દુ અવિભાજિત કુટુંબોનો સમાવેશ થાય છે.

.૪.૩૭ લાખ કરોડમાંથી જાન્યુઆરીમાં .૨.૨ લાખ કરોડનું ટ્રેડિંગ થયું હતું યારે ફેબ્રુઆરીમાં .૨.૧૭ લાખ કરોડનું ટ્રેડિંગ નોંધાયું હતું. સમગ્ર ભારતમાં શેરબજારના કુલ ટર્નઓવરમાં ગુજરાત ૧૧.૯% ધરાવે છે. તે મહારાષ્ટ્ર્ર પછી બીજા ક્રમે છે જે ભારતીય ઇકિવટી બજારોમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવરના ૨૧.૫% ધરાવે છે. શહેર સ્થિત સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેકટર ગુંજન ચોકસીએ જણાવ્યું કે, કોવિડ–૧૯ થી, ભારતીય ઇકિવટી માર્કેટમાં રોકાણકારોની છૂટક ભાગીદારી વધી છે. સારા વળતર અને તેજીની દોડે ઇન્વેસ્ટમેન્ટ તરફ રોકાણકારોના આકર્ષણને વધુ વેગ આપ્યો છે. સેકન્ડરી માર્કેટમાં રોકાણકારોની વધતી જતી સંખ્યા સક્રિય થઈ રહી છે અને હાઇ વેલ્યૂ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરી રહી છે. આના કારણે મુખ્યત્વે ગુજરાતમાંથી રિટેલ રોકાણકારોના ટર્નઓવરમાં વધારો થયો છે.

નિષ્ણાતોના મતે, ૧૧ વર્ષના લાંબા વિરામ પછી, શેરબજારમાં વ્યકિતગત રોકાણકારોની સીધી ભાગીદારીથી નાણાકીય વર્ષ ૨૧ અને નાણાકીય વર્ષ ૨૨ના બે વર્ષમાં રોકાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, કારણ કે વ્યકિતગત રોકાણકારો મોટા પાયે ઇકિવટી બજારો તરફ વળ્યા છે અને ઘટતા બેન્ક વ્યાજ દરો વચ્ચે મર્યાદિત રોકાણના માર્ગેા સાથે જોડાઈ રહ્યા છે.

નાણાકીય વર્ષ ૨૧ અને નાણાકીય વર્ષ ૨૨ દરમિયાન વ્યકિતગત રોકાણકારોનું રોકાણ . ૨.૩ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જે નવા રોકાણકારોની નોંધણીમાં વધારો અને એકંદર રોકડ સેગમેન્ટના ટર્નઓવરમાં તેમના હિસ્સામાં થયેલા વધારા દ્રારા ચિ઼િત થયેલ છે. એનએસઇના મૂડી બજારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં . ૨૪.૬ લાખ કરોડનું ટર્નઓવર થયું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં . ૧૬.૮ લાખ કરોડથી ટર્નઓવર જાન્યુઆરીમાં . ૨૪.૯ લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું.
નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં એનએસઇ કેશ માર્કેટ સેગમેન્ટમાં ૧.૫ કરોડ સક્રિય વ્યકિતગત રોકાણકારોની રોકાણકારોની ભાગીદારી સતત બીજા હાઇ લેવલએ નોંધાઈ હતી. યારે મહારાષ્ટ્ર્રમાં ૩૦.૧ લાખ સક્રિય રોકાણકારો છે, ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૧૯.૪ લાખ સક્રિય રોકાણકારો છે. વ્યકિતગત રોકાણકારોના કુલ યોગદાનના સંદર્ભમાં મહારાષ્ટ્ર્ર અને ગુજરાતે ફેબ્રુઆરીમાં અનુક્રમે . ૩.૭૮ લાખ કરોડ અને . ૨.૧૭ લાખ કરોડનું ટર્નઓવર નોંધાવીને ટોચના ત્રણ રાયોમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application