કુરંગાની ઘડી ડીટર્જન્ટ કંપનીના પ્રદૂષણ મુદ્દે તપાસનીય ટીમના દરોડા

  • June 24, 2021 10:59 AM 

ખેડૂતોની વારંવારની ફરિયાદોનો નિકાલ નહીં થતાં આક્રોશ: અધિકારીઓ દ્વારા સેમ્પલો એકત્રીત કયર્:િ ખાસ લેબમાં પૃથ્થકરણ માટે મોકલાયા

દ્વારકાના કુરંગામાં આવેલી ઘડી ડીર્ટજન કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષણયુક્ત પાણીના કારણે ખેડૂતોના જમીનના તળમાં આ પ્રદૂષણ પ્રસરી જતાં ખેડૂતો દ્વારા કંપનીની વિઘ્ધની અવારનવાર પ્રદૂષણ મુદ્દે અલગ અલગ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, સરકારી તંત્ર દ્વારા એક યા બીજા કારણોસર આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ પ્રસરી જવા પામ્યો છે. દરમ્યાન ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે આજે તંત્ર દ્વારા કંપનીના છોડવામાં આવતા પ્રદૂષણયુક્ત પાણીના સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા હતા.

ઘડી ડીર્ટજન કંપની દ્વારા પ્રદૂષણયુક્ત પાણી છોડવાના મામલે ખેડૂતોની વધુ એક વખતની રજૂઆતના પગલે તંત્રની ટીમ દ્વારા તાકીદની અસરથી દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમ્યાન કરાયેલી તપાસમાં અલગ અલગ સ્થળો પરથી સેમ્પલો એકત્રિત કરી તેને પૃથ્થકરણ માટે ખાસ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, બીજી બાજુ આ સેમ્પલોના રીપોર્ટ રાબેતા મુજબ કંપનીની તરફેણમાં આવે છે કે ખેડૂતોની તરફેણમાં તે અંગે તરેહ તરેહની ચચર્ઓિ ઉઠવા પામી છે.

કંપની દ્વારા છોડાતા કેમિકલ યુક્ત પાણી મામલે કંપની વિરુદ્ધ કોઈ નક્કર પગલાં  દ્વારા ન લેવાતા ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો હતો, અધિકારીઓ સેમ્પલો લઈ કંપનીની ઓફિસોમાં નાસ્તો કરી ચાલ્યા જતા હોય ખેડૂતોમાં ન્યાય ન મળતા  ખેડૂતોમાં આક્રોશ પ્રસરી જવા પામયો હતો, દરમ્યાન ખેડૂતોએ હાઇકોર્ટમાં શરણે જવાની આપેલ અરજીના અનુસંધાને ટીમ  ઘડી કંપનીમાં સેમ્પલો લેવા પહોંચી હતી. અનેક સેમ્પલો લેવા છતાં  દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી નહીં ? ખેડૂતોએ કયર્િ વેધક સવાલો ઉઠાવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS