ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનીશીયનની ભરતી મુદે કમલાબાગ પોલીસ દ્વારા તપાસ થઇ શરૂ

  • September 26, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનીશીયનની ભરતી મુદ્ે પોલીસ તપાસનો ધમધમાટ શ‚ થયો છે જેમાં આર.ટી.આઇ. એકટીવિસ્ટ દ્વારા આ ડીગ્રી અંગે યુનિવર્સીટીમાં પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ત્યાં આ પ્રકારનો કોઇ કોર્સ ચાલતો નહી હોવાનું તેમને જણાવાયુ હતુ તેથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને બોગસ દસ્તાવેજ બનાવ્યા નો ગુન્હો નોંધવા માંગ થઇ  છે.
પોરબંદરના આર.ટી.આઇ. એકટીવિસ્ટ રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ કેટલાક સમય પહેલા  એન.એચ.એમ.ના મિશન ડાયરેકટર રેમીયા મોહન, આરોગ્ય કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યુ હતુ કે  પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ડી.આઇ.સી. સેન્ટરમાં જ‚રિયાત નહી હોવા છતાં ડેન્ટલ ટેકનીશીયનની ભરતી  થયેલ છે. આ ભરતી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ડી.આઇ.સી. સેન્ટર છે તેમાં ડેન્ટલ ટેકનીશીયનની ભરતી કરવામાં આવી છે. હકીકતમાં આ પોસ્ટની કોઇપણ જ‚રીયાત રહેલી નથી છતાં કૌભાંડ આચરીને ભરતી કરવામાં આવી હોવાની આશંકા દર્શાવી હતી. 
આ ડી.આઇ.સી. સેન્ટરમાં ડેન્ટલ ચેર પણ નથી અને ત્યાં માત્રને માત્ર નવજાત શિશુ નાના બાળકોની સારવાર જ થાય છે. ત્યાં દાંતને લગતી બીજી કોઇપણ સારવાર માટે ત્યાં કોઇ સુવિધા નથી અને ત્યાં જ‚રિયાત પણ નથી તેમ છતાં આ ભરતી કરવામાં આવી હોસ્પિટલમાં કોઇને કોઇ પ્રકારે જ‚રીયાત ન હોવા છતાં આવી ખોટી પોસ્ટો ઉભી કરીને  હોસ્પિટલમાં કોઇને કોઇ પ્રકારે ભરતી કરાવે છે. તેની પહેલા પણ ભાવસિંહજી હોસ્પિટલમાં એક યુવતી આ રીતે  ફરજ બજાવી ચૂકી છે અને મને શંકા છે કે આ જે ડેન્ટલ ટેકનીશીયનમાં જે છોકરો ભરતી થયો છે તેના ડોકયુમેન્ટસ પણ ચેક કરવામાં આવે છે કે કેમ તેમાં પણ કોઇ છેડછાડ થઇ હોય તેવી મને શંકા છે. તેમણે ધોરણ.૧૨ની પરીક્ષા જે વર્ષમાં પાસ  કરેલ છે અને જે યુનિવર્સીટીમાં ડેન્ટલનોકોર્સ કરેલ છે તેમાં પણ આપને તટસ્થ તપાસ કરવા મારી માંગણી છે. આ સિવિલ સર્જન દ્વારા ત્રણ-ચાર ઓફિસરોને હાજર રાખી અને ઇન્ટરવ્યુ લીધેલ ત્યારે પણ એક મહિલા કર્મચારી જાતે હાજર હતા છતા જે તેમની ફરજમાં આવતુ નથી છતાં તેમના સગાવાહાલાના નાતે હાજર રહેલ અને નિયમ વિ‚ધ્ધ જઇને આ ભરતી યોજેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને આવી રીતે ખોટી ભરતી કરી કૌભાંડ આચરેલ છે. તેથી આ ભરતી થયેલ કર્મચારીને તાત્કાલિક છુટો કરીને ભરતી કરનારા તમામ અધિકારી, કર્મચારીઓ સામે સરકારને જે નુકશાન કરાવવા આ પોસ્ટ ઉભી કરીને ખોટનો ધંધો કરેલ છે તેથી તેમની સામે કાયદેસર પગલા ભરવા આપને અરજ છે. તેવી રજૂઆત કરી હતી.
બીજી બાજુ રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ જે તે યુનિવર્સીટીમાં પણ નિમણૂંક થઇ તેની ડીગ્રીની તપાસ કરતા એ યુનિવર્સીટીમાં આ પ્રકારનો કોઇ કોર્સ થતો નહી હોવાનું જણાવાયુ હતુ. તેથી બોગસ દસ્તાવેજ બનાવાયાની ગંભીર આક્ષેપ કરીને જવાબદારો સામે કડક પગલા ભરવા માંગ કરી છે. ચોકકસ વર્તુળો પાસેથી પ્રાપ્ત  વિગત પ્રમાણે આ અંગે હોસ્પિટલના સત્તાધીશોએ પણ કમલાબાગ પોલીસને લેખિતમાં જાણ કરી છે અને આગામી દિવસોમાં આ મુદે એફ.આઇ.આર.નોંધાય તો પણ નવાઇ પામવા જેવુ નથી. ત્યારે આ બાબત પોરબંદરના તબીબી જગતમાં અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ભારે ચકચારનો મુદો બની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application