કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે એક વિશિષ્ટ્ર ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શેરબજારને ચૂંટણી સાથે જોડવું જોઈએ નહીં, પરંતુ સ્થિર સરકાર તેને વધુ સાં પ્રદર્શન કરવામાં મદદ કરે છે. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોની જીતના પરિણામે ૪ જૂન પછી બજાર વધશે.
છેલ્લા કેટલાક સત્રોમાં વિવિધ પરિબળોને કારણે શેરબજારોમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. શેરબજારમાં ઘટાડો એ ભાજપના નબળા પ્રદર્શનનો સંકેત છે તેવી અફવાઓ વિશે પૂછવામાં આવતા, અમિત શાહે જણાવ્યું હતું કે બજારમાં અગાઉ ઘણી વખત મોટા કરેકશન જોવા મળ્યા હતા. શેરબજારમાં ઘટાડાને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં, પરંતુ જો આવી અફવા ફેલાવવામાં આવી હોય તો પણ હત્પં તમને ૪ જૂન પહેલા (શેર) ખરીદવાનું સૂચન કં છું. બાદ તે તેજી નોંધાવશે.
ગૃહમંત્રીએ સેન્સેકસ એક લાખના આંકને પાર કરશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા હતો, પરંતુ તેમણે ટિપ્પણી કરી હતી કે યારે પણ સ્થિર સરકાર હોય છે ત્યારે શેરબજાર સાં પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું, તેથી હત્પં કહી રહ્યો છું કે અમને ૪૦૦થી વધુ બેઠકો મળશે અને એક સ્થિર મોદી સરકાર સત્તામાં આવશે. તેથી, શેરબજાર ચોક્કસપણે ઉપર જશે.સોમવારે શઆતના વેપાર દરમિયાન શેર માર્કેટ ૭૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૨,૦૦૦ ની નીચે આવી પહોંચી હતી. ૩ મેના રોજ સેન્સેકસએ ૭૫,૦૦૦નો આંકડો પાર કરી ગયો, જે ઓલ ટાઈમ હાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech