કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી થવા ખંભાળિયા સહિત જિલ્લાના ખાણ ખનીજ વિભાગનું અમૂલ્ય અનુદાન

  • May 07, 2021 10:52 PM 

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ હાલ ભયજનક રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓ સાથે વિવિધ પ્રકારના ઔદ્યોગિક એકમો પણ ખભે-ખભા મિલાવીને લોકોની પડખે ઊભા રહ્યા છે.

કોરોના મહામારી સામે બાથ ભીડવા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પોતાનું મહત્તમ યોગદાન આપવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ નોંધપાત્ર અનુદાન સાંપડ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ કોરોના સામે લડત આપવા ત્રીપલ લેયર માસ્ક, એન-95 માસ્ક, સાબુ, સેનેટાઈઝર, હેન્ડ ગ્લઉઝ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, પલ્સ ઓક્સીમીટર, વી.ટી.એમ. કીટ, પીપીઈ કીટ, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઈલેક્ટ્રીક હેન્ડ ડ્રાયર, નેબ્યુલાયઝર, વ્હાઈટ એન્ડ બ્લુ કન્ટેનર વિગેરે જેવા અત્યંત જરૂરી મેડિકલ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી (ઈ. ચા.) જી. એ. અરેઠીયા અને જિલ્લા આયોજન અધિકારી ચિંતન ભટ્ટ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને ડી.એમ.એફ. ના ઉપલબ્ધ રોડમાંથી રૂપિયા 355.36 લાખ જેટલી નોંધપાત્ર રકમની ગ્રાંટ ફાળવણી ગત અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવી રહેલ છે.

આ ઉપરાંત જિલ્લાના ખનીજ ઉદ્યોગના સાહસિકો દ્વારા પણ આ કપરા સમયમાં જરૂરિયાતમંદોને ટિફિન સેવા, એમ્બ્યુલન્સ, રાસન પૂરા પાડવા જેવી સહાય કરીને આ મહામારીને લડત આપવા માટેની માનવતાવાદી પ્રવૃતિઓ ભારે આવકારદાયક બની રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)