સલાયા પંથકમાં પશુ ચિકિત્સા વાહનની તાતી જરૂરિયાત અંગે રજૂઆત

  • July 06, 2021 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા શહેરમાં મહામંત્રી દ્વારા કલેક્ટર સમક્ષ માંગ

    ખંભાળિયા તાલુકાના નાના એવા સલાયા વિસ્તારમાં અનેક અબોલ જીવોને તબીબી સારવારની જરૂરિયાત પડતી હોય, અહીં ખાસ કોઈ પશુ ચિકિત્સા વાહન ન હોવાના કારણે આવા બીમાર પશુઓ ભારે દયનીય હાલતમાં મૂકાઈ જાય છે.

આ મહત્વના મુદ્દે સલાયા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના દ્વારા અહીંના જિલ્લા કલેક્ટરને સંબોધીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સલાયા વિસ્તાર માટે કરૂણા એનિમલ વાહન ફાળવવા માંગ કરાઇ છે.

આટલું જ નહીં, આ પ્રશ્ને રાજ્યના મુખ્યમંત્રી, સાંસદ પૂનમબેન માડમને પણ પત્રની નકલ મોકલી સલાયા વિસ્તારમાં ખાસ કરીને બીમાર થતી ગાયો સહિતના પશુઓને સમયસર તબીબી સારવાર મળે તે માટે કરૂણા એનિમલ હેલ્પલાઇન શરૂ કરવા માટેની રજૂઆત કરાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS