જામ દુધઈના વિધ્યાર્થીઓને ટ્રાન્સ્પોટેશન સુવિધા આપવા રજૂઆત

  • November 10, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામદુધઈ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ ગામલોકોની મીટીંગ યોજવામાં આવી. જેમાં જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર  જામ દુધઈ તાલુકા શાળાનું બિલ્ડીંગ જેના ત્રણ રૂમ હાઈવે કપાતમાં જતા હોવાથી હાઇવેનું કામ ચાલુ હોય શાળાનું બિલ્ડીંગ સત્વરે ખાલી કરવાની સૂચના પાઠવવામાં આવેલ છે. જેના અનુસંધાને શાળાના વાલી તેમજ ગામ લોકોની એવી રજૂઆત છે કે આ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના ૧૦૫ બાળકો અભ્યાસ કરે છે જેમને અભ્યાસ અર્થે બેસવા માટે જુના ગામમાં વ્યવસ્થા નથી. તેમ જ શાળાથી અંદાજિત એક કિલોમીટર દૂર નવા ગામની શાળા માં ચાર રૂમની વ્યવસ્થા છે.
 પરંતુ ત્યાં જવા માટે હાઇવે પર ચાલીને જવું પડતું હોય નાના બાળકો ત્યાં જઈ શકે તેમ નથી. તેમ જ હાલ રોડનું કામ પણ ચાલતું હોવાથી વાહન વ્યવહારના રસ્તા પણ રોજ બદલવામાં આવે છે આવી સ્થિતિમાં નવાપરાની શાળા એ જતા  બાળકોને અકસ્માતની પૂરેપૂરી શક્યતા રહે છે. માટે સરકાર  તરફથી બાળકોને શાળાએ જવા આવવા માટે ટ્રાન્સપોટેશનની સુવિધા કરી આપવામાં આવે તો જ બાળકો શાળાએ જઈ શકે તેમ છે. માટે શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોટેશન (વાહન વ્યવહાર) ની વ્યવસ્થા કરવામાં આવે.
શાળાનું નવું બિલ્ડીંગ બનાવવા માટેની જગ્યા પણ ઉપલબ્ધ છે તો ઝડપથી વિદ્યાર્થીઓ માટે શાળાનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે અને જ્યાં સુધી નવું બિલ્ડીંગ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી નવાપરાની શાળામાં આવવા જવા માટે સરકાર દ્વારા બાળકોને વાહન વ્યવહાર ( ટ્રાન્સપોટેશન )ની સુવિધા આપવામાં આવે એવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવેલ છે. જામ દુધઈ ગ્રામ પંચાયતના સરપંચ , સભ્યો ગામ લોકો તેમજ વાલીઓ જોડિયા મુકામે તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર  તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી ને આવેદન પત્ર આપવા માટે  બહોળી સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application