પોરબંદરના ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સહાયની રકમમાં વધારો કરવા રજુઆત

  • January 12, 2021 01:20 PM 563 views

 

પોરબંદર જીલ્લાના ખેડૂતોને પાકસંગ્રહ માટે ગોડાઉન બનાવવાની 30 હજાર પિયાની સહાય અપાય છે જે રકમ ખુબ ઓછી છે તેથી વધારો કરવા રાણાવાવ કોંગ્રેસે રજુઆત કરી છે.
રાણાવાવ કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્‌યું છે કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન બનાવવા જે યોજના ખેડૂતોના હિતમાં લાભકારી યોજના હોય અને ખેડૂતોને પોતાનો માલ પાક સંગ્રહ કરી શકે તે ઉપયોગી થયેલ છે જયારે ગોડાઉન બનાવવામાં સહાયનું ધોરણ નકકી કરવામાં આવેલ છે. ા. 30000 તે ખુબ જ ઓછી રકમ મળે છે. કારણ કે હાલના સંજોગોમાં ગોડાઉન બનાવવામાં ખેડૂતો જે આ રકમમાં મંજુરી પણ ના ઉપડી શકે અને અત્યારે બજારમાં જે મટીરીયલ જેવા કે, પથ્થર, રેતી, કાકરી, સિમેન્ટ ખુબ જ મોંઘા હોય તેથી ખેડૂતો આ રકમમાં ગોડાઉન કેમ બનાવે તે એક પ્રશ્ર્ન છે. ગોડાઉન યોજના અંતર્ગત ખેડૂતોને ગોડાઉન સહાયની અરજીઓ પણ મંજુર થઇ ને આપી ગયેલ છે અને પોરબંદર જીલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને વર્ક ઓર્ડરો પણ આપી દીધેલ છે પરંતુ આ સહાયની રકમમાંથી ગોડાઉન કેમ બનાવવું ? તે એક ખેડૂતો માટે મુંજવતો પ્રશ્ર્ન છેે તેથી અમારી ખેડૂતોવતી માંગ છે કે, વિચાર વિમર્સ કરી હસાયના ધોરણમાં વધારો કરી ા. પ0,000 થી 7પ000 કરો અને જે ચાલુ યોજના છે તેમની માપ-સાઇઝ યથાવત રાખો તો જ ગોડાઉન ખેડૂતો બનાવી શકે તેમ હોય નહીંતર ખેડૂતો આ યોજના યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ભલામણ છે અને ચાલુ સાલ પોરબંદર જીલ્લામાં પુષ્કળ વરસાદના કારણે સીમ, વાડી વિસ્તારના રસ્તાઓનું નિકંદન નિકળી જતાં વાહન ચલાવવું પણ ઘણી જગ્યાએ મુશ્કેલ હોય તો જે મુદત 90 દિવસની આપેલ છે તેમાં 1ર0 દિવસની કરી આપવામાં આવે જેથી જે જે ખેડૂતોએ આ યોજનાનો પુરતો લાભ મળી શકે તેવી માંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application