બેટ-દ્વારકા વિસ્તારના કોઇપણ ટાપુ પર સ્વામી વિવેકાનંદજીની વિરાટકાય પ્રતિમા સ્થાપવા રજૂઆત

  • July 21, 2021 11:20 AM 

અનિલ વિઠ્ઠલાણીના પત્રનો પાણી સરકાર તરફથી હકારાત્મક પ્રત્યુત્તર

બેટ-દ્વારકાની નજીકના ટાપુ ઉપર સ્વામી વિવેકાનંદજીની વિરાટકાય પ્રતિમા સ્થાપવાની અનિલ વિઠ્ઠલાણીની રજૂઆતને રાજ્ય સરકારનો હકારાત્મક પ્રત્યુત્તર સાંપડ્યો છે.

ભારત અને સમગ્ર વિશ્ર્વના રાહબાર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાથે બેટ-દ્વારકા અથવા તો આસપાસના કોઇપણ ટાપુનો વિકાસ કરવા તાલુકાના ભાજપના અગ્રગણ્ય અનિલ વિઠ્ઠલાણીની રજૂઆતને હકારાત્મક પ્રત્યુત્તર રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં મળ્યો છે. ભાજપના અગ્રગણ્ય અનિલભાઇ વિઠ્ઠલાણીના રજૂઆતને હકારાત્મક પ્રત્યુત્તર રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં મળ્યો છે.

19 મી સદીમાં ભારત સહિત વિશ્ર્વના દેશોની શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનારા સ્વામી વિવેકાનંદજી વિચારોના જગતના આજે પણ વચ્ચે જ છે. આ યુગપુષના વિચારો વર્તમાન યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. શિકાગો શહેરની વિશ્ર્વ ધર્મ પરિષદમાં વિવિધ દેશોના ધર્મ ધુરંધરોને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વામી વિવેકાનંદ ભારતના ગૌરવ ગુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલેલ વિઠ્ઠલાણીએ પત્રમાં જણાવ્યું છે કે બેટ, દ્વારકા અથવા તો આસપાસના વિસ્તારોમાં વિશાળકાય સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું સર્જન થશે તો દ્વારકાના પશ્ર્ચિમ કિનારેથી દેશ-દુનિયાને એક ધર્મનો શુઘ્ધ સંદેશો પ્રવાસીઓના માઘ્યમથી જશે અને દ્વારકા તથા આસપાસના ટાપુઓના વિકાસને વધુ વેગ મળશે. ઉપરાંત સમગ્ર દેશ દુનિયાના વધુને વધુ પ્રવાસી દ્વારકા વિસ્તારની મુલાકાત લઇ શકશે. આમ અનિલ વિઠ્ઠલાણીને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક જવાબ પછી પ્રવાસન વિભાગ જરી પ્લાન બનાવશે અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાથેના ટાપુ વિસ્તારમાં વિકાસની તકો વધશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS