ગુરુદ્વારા ચોકડી પાસે રાત્રિ કર્ફયુમાં પોલીસની ફરજમાં રુકાવટ

  • May 15, 2021 10:58 AM 

‘તમારા પટ્ટા ઊતરાવતા વાર નહીં લાગે...’ તેમ કહી હાપાનો શખસ વિફર્યો: બે સામે રાવ

જામનગરના ગુદ્વારા સર્કલ પાસે રાત્રિ કર્ફયુ અમલવારીમાં પોલીસ કર્મચારી ફરજ પર હોય દરમિયાન બાઈકમાં નીકળેલા હાપાના શખસે પોલીસ કર્મી સાથે જીભા-જોડી કરી પટ્ટા ઊતરાવી દઈશ એવી દાટી મારીને ફરજમાં રુકાવટ આચરી હતી. આ અંગે હાપાના શખસ અને એક મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ હાપા ગામ પ્રધાનમંત્રી આવાસ યોજના, બ્લોક બી-202 ખાતે રહેતાં હરિશ બીપિનચંદ્ર બુદ્ધભટ્ટી (ઉ.વ.51-ધંધો: પ્રેસ)  અને તેની સાથેની એક મહિલા આ બન્ને હાલમાં કોરોનાની મહામારીના કારણે રાત્રિ કર્ફયુ, જાહેરનામું અમલમાં હોય તેમ છતાં બન્ને કોઈપણ કારણ વગર બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતાં મળી આવ્યા હતાં.

શહેરના ગુરુદ્વારા સર્કલ પાસે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી. હરિશભાઈની પૂછપરછ કરતાં આડા-અવળા જવાબો આપી ‘દિવ્ય દ્રષ્ટિ’ પ્રેસમાં રિપોર્ટર તરીકે કામ કં છું તેમ કહી પોતાનું કાર્ડ બતાવી, કાયદાની જાણ છે, તમે શું કરો છો...? તેમ બોલીને પોતાનું બાઈક ચલાવવા જતાં ફરજ પરના ટ્રાફિક બ્રિગેડના યશ જયંતિભાઈ નડિયાપરાએ વચ્ચે હાથ આડો રાખતાં તેમના હાથને પકડી અને ઉભો રાખી તમારા પટ્ટા ઊતરાવતા વાર નહીં લાગે તેમ બોલીને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી.

આ અંગે સિટી ‘બી’ ડિવિઝનના એએસઆઈ હંસરાજભાઈ વૈષ્ણવ દ્વારા સિટી ‘બી’માં હરિશ બુદ્ધભટ્ટી અને તેમની સાથે રહેલી મહિલાની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS